Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

કર્ણાટકમાં યેદિયુરપ્પાની વિરૂધ્ધ ૧૫ ધારાસભ્યોનું બળવાખોર વલણ : મંત્રીમંડળમાં જગ્યાની માંગ સાથે દિલ્હી કૂચની તૈયારી

નવી દિલ્હી તા. ૨૦ : કર્ણાટકમાં ભાજપની સરકાર પોતાના ધારાસભ્યોના બળવાખોર વલણથી પરેશાન છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજય ભાજપના લગભગ ૧૫ ધારાસભ્યોએ યેદિયુરપ્પાની વિરુદ્ઘ મોર્ચો માંડ્યો છે. તેમની યોજના છે કે તે દિલ્હીમાં હાઈકમાન સાથે મુલાકાત કરશે. હાલમાં જ કર્ણાટકમાં કેબિનેટનો વિસ્તાર કરી ૭ લોકોને મંત્રી બનાવવામાં આવ્યા છે. યેદિયુરપ્પાની વિરૂદ્ઘ એકજૂથ થયેલા ધારાસભ્યોનું કહેવું છે કે તેમને ફરીથી મંત્રી બનાવવામાં આવ્યા છે જે પહેલા મંત્રી હતા. તેમને દાવો છે કે સરકારમાં મંત્રી બનાવવાના માપદંડો ખોટા છે.

અસંતુષ્ઠ ધારાસભ્યોના વિષયને આલાકમાન સુધી પહોંચાડવાની આગેવાની કરી રહેલા રેણુકાચાર્યએ કહ્યું કે પાર્ટીમાં અભિવ્યકિત સ્વતંત્રતાના લોકતાંત્રિક માળખાની અંદર આ બેઠક થશે. મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના વફાદાર મનાતા રેણુકાચાર્યએ મીડિયાને આગ્રહ છે કે તેમને અસંતુષ્ય અથવા બાગી ધારાસભ્ય ન માનવામાં આવે.

બીજી તરફ મનાઈ રહ્યુ છે કે ભાજપા હાઈકમાન એક વાર ફરી મંત્રીમંડળમાં કોઈ પણ પ્રકારના ફેરફારની મંજૂરી નહીં આપે. ધારાસભ્યોનું કહેવું છે કે જો એપ્રિલ સુધી હાઈકમાન તેમની માંગો માની લે છે તો સિનિયર મંત્રીઓની મંત્રિમંડળમાંથી વિદાઈ થઈ જશે. યેદિયુરપ્પાની વિરુદ્ઘ એકજૂથ ધારાસભ્યોમાં એક શિવાનગૌડા નાયકે કહ્યુ કે જે લોકો ૨૦ મહિનાની સરકારમાં મંત્રી રહી ચૂકયા છે. તેમને હટાવી યુવાનોને જગ્યા આપવામાં આવે. સિનિયર લોકો પાર્ટીનું કામ જોવે અને વર્ષ ૨૦૨૩ની ચૂંટણીની રણનીતિ બનાવે.

ત્યારે કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ મંગળવારે સંકેત આપ્યા કે તે હાલમાં જ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવેલા ૭ નવા મંત્રીઓને ૨૧ જાન્યુઆરીએ વિભાગોની ફાળવણી કરી શકે છે. આ પ્રકારના કયાસ પણ લગાવાઈ રહ્યા છે કે મુખ્યમંત્રી અન્ય મંત્રઓના વિભાગમાં ફેરબદલ કરી શકે છે. રાજયના મંત્રીમંડળમાં ૩૩ મંત્રી છે. એક સવાલના જવાબમાં યેદિયુરપ્પાએ કહ્યું કે હું આની (વિભાગો) જાહેરાત ગુરૂવારે કરીશ. હું આજે તમામની સાથે વિચાર વિમર્શ કરીશ અને પછી ગુરૂવારે જાહેરાત કરીશ. ઉલ્લેખનીય છે કે લાંબી રાહ બાદ યુદિયુરપ્પાએ ૧૩ જાન્યુઆરીએ પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કરતા નવા ૭ મંત્રીઓને તેમાં સામેલ કર્યા હતા.

(2:50 pm IST)