Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

ગુજરાતના ચિફ મિનિસ્ટરને સુપ્રીમ કોર્ટનો આદેશ : 3 ડિસેમ્બરના રોજ કોર્ટએ આપેલી સૂચના મુજબ કોવિદ -19 નિયમોનું પાલન થાય છે તેની એફિડેવિટ રજૂ કરો : 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ પર્વ ઉપર દરેક રાજકીય પક્ષોએ કોવિદ -19 ના નિયમોનો ઉલાળિયો કર્યો હોવાનું જાણવા મળ્યું છે : માસ્ક, સોશિઅલ ડીસ્ટન્સ સહિતના નિયમોનું પાલન થઇ રહ્યું હોવા અંગે ખાત્રી આપો

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટએ ગઈકાલ મંગળવારે ગુજરાતના ચીફ મિનિસ્ટરને આદેશ આપતા જણાવ્યું છે કે 3 ડિસેમ્બરના રોજ કોર્ટએ આપેલી સૂચના મુજબ કોવિદ -19 નિયમોનું પાલન થાય છે તેની એફિડેવિટ રજૂ કરો.નામદાર કોર્ટએ જણાવ્યા મુજબ 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ પર્વ ઉપર દરેક રાજકીય પક્ષોએ કોવિદ -19 ના નિયમોનો ઉલાળિયો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તેથી રાજ્યમાં  માસ્ક ,સોશિઅલ ડીસ્ટન્સ સહિતના નિયમોનું પાલન થઇ રહ્યું હોવા અંગે ખાત્રી આપો .

નામદાર કોર્ટએ વિશેષમાં સૂચના આપ્યા મુજબ પોલીસ તથા ઓથોરિટી મારફત કોવિદ -19 નિયમોનું પાલન કરાવાઈ રહ્યું છે તેની ચકાસણી કરો.અને નિયમોનો ભંગ કરનાર ઉપર કાયદેસર કાર્યવાહી કરો.તથા જરૂર પડ્યે દંડ પણ ફટકારો.

નામદાર જસ્ટિસ શ્રી અશોક ભૂષણે જણાવ્યું હતું કે રાજકીય પાર્ટીના લીડરો દ્વારા જ ખુલ્લેઆમ કોવિદ -19 નિયમોનો ભંગ થયો હોવાના અમે  દસ જેટલા ઉદાહરણો આપી શકીએ છીએ.હકીકતમાં પાર્ટીના  લીડરોએ જ અનુયાયીઓને નિયમોનું પાલન કરવાની સૂચના આપવી જોઈએ.

જસ્ટિસ શ્રી અશોક ભૂષણની ખંડપીઠે જણાવ્યું હતું કે કોવિદ -19 નિયમોના ભંગ બદલ સામાજિક સેવા આપવાના ગુજરાત હાઇકોર્ટના આદેશમાંથી અમે 3 ડિસેમ્બરના રોજ મુક્તિ આપી હતી.તેની સાથે ગુજરાતના ચીફ સેક્રેટરીને કોવિદ -19 નિયમોનું પાલન થાય તે જોવા સૂચના પણ આપી હતી.

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વ ઉપર પતંગના ધંધાર્થીઓની લાગણીને ધ્યાનમાં લઇ માત્ર પરિવાર સાથે જ પતંગ ઉડાડવાની મંજૂરી આપી હતી.અને જો કોવિદ -19 નિયમોનું પાલન નહીં થાય તો સોસાઈટીના સેક્રેટરી તથા સોસાયટી જવાબદાર ગણાશે તેવો આદેશ આપ્યો હતો. તેમજ ગુજરાતમાં માસ્ક નહીં પહેરનાર માટે એક હજાર રૂપિયાના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે.તેવું એલ. એલ.દ્વારા જાણવા મળે છે.

(1:23 pm IST)