Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

જનરલ બજેટમાં લોકોની ૧૦ અપેક્ષાઓ છે...

નવી દિલ્હી, તા.૨૦: ૧. હાલમાં ઇન્કમ ટેકસ એકટ 80 CCE હેઠળ સેકશન 80C, 80CCC અને  80CCD(1) હેઠળ એક વર્ષમાં કુલ ૧.૫૦ લાખ રૂપિયા સુધીની આવક પર ઇન્કમ ટેકસથી છૂટ મળે છે. તેને વધારીને ૨.૫ લાખ રૂપિયા કરવાની આશા લોકો નાણા મંત્રીથી રાખી રહ્યા છે.

૨. આ બજેટમાં લોકોને આશા છે કે સોવરન ગોલ્ડ બોન્ડ સ્કીમ હેઠળ કેપિટલ ગેઇન્સના પ્રોવિઝનમાં છૂટ મળશે અને તેમાં કોઈ એક ખાસ વર્ષનો રેફરન્સ નહીં હોય.

૩. નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) એકાઉન્ટને બંધ કરાવતી વખતે ઉપાડવામાં આવતી ૬૦ ટકા રકમ પર ટેકસ છૂટ મળે છે. બાકીની રકમથી એનપીએસ સબ્સક્રાઇબરને એન્યૂટી ખરીદવી પડે છે. એન્યૂટી જયારે વ્યકિતને મળે છે તો તે ટેકસેબલ થઈ જાય છે. લોકોની માંગ છે કે NPSથી ઉપાડવામાં આવેલી રકમને ટેકસ ફ્રી કરી દેવી જોઈએ.

૪. કોઈ બીજા દેશમાં ટેકસ ડિડકશનને ટેકસપેયરની ઇન્કમ સમજવામાં આવે. ઇન્કમ ટેકસના સેકશન ૧૯૮ હેઠળ વિદેશમાં ટેકસ ડિડકટ થવા પર તેને assesseeના ગ્રોસ ઇન્કમ સમજવી જોઈએ. આ બજેટમાં તેના માટે વિશેષ જોગવાઇ થવાની આશા છે.

૫. ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યૂશન ટેકસ (DDT)ને ખતમ કરવા માટે અનેક સંશાધનોની જરૂર છે. સેકશન ૨૪૩ હેઠળ જો કોઈ ટેકસપેયરને એડવાન્સ ટેકસ ચૂકવવો છે અને જો તે ચૂકી જાય છે તો આ ટેકસની રકમ જેટેલી ચૂકવવી જોઈએ તેનાથી ઓછી હોય છે તો ટેકસપેયરને તેની પર વ્યાજ આપવું પડે છે.

૬. આ બજેટથી મલ્ટીનેશનલ કંપનીઓને કોર્પોરેટ ટેકસમાં પણ રાહત મળવાની આશા છે. કંપનીઓનું કહેવું છે કે કોરોના વાયરસ મહામારીના કારણે નાણા મંત્રાલયને કોર્પોરેટ ટેકસમાં રિફોર્મ લાવવું જોઈએ.

૭. આ ઉપરાંત નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટથી સરકારી બેંકોની સંખ્યા ઓછી કરવાની પણ આશા છે. બજેટમાં પબ્લિક સેકટરની બેંકોને મર્જ કરવાની દ્યોષણા પણ થઈ શકે છે.

૮. ૧ ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં vehicle scrappage policyના ઘોષણા થઈ શકે છે. તેનો ઉદ્દેશ્ય જૂના, પ્રદૂષણ ફેલાવતા વાહનોને ચરણબદ્ઘ રીતે હટાવીને ઓટોમોબાઇલની માંગને પ્રોત્સાહન આપવાનો છે.

૯. આ બજેટમાં સરકાર રેલવેમાં ખાનગી રોકાણને વધારવાને લઈ ખાસ ધ્યાન કેન્દ્રીત કરી શકે છે. આ ઉપરાંત સરકાર દ્વારા યાત્રી સુરક્ષાને લઈને પણ એલાન કરવામાં આવી શકે છે.

૧૦. દેશના વેપારી વર્ગ બિઝનેસને ફરીથી આગળ ધપાવવા માટે જનરલ બજેટમાં જીએસટીમાં કાપ અને ઓછા વ્યાજ પર લોન મળવાની આશા રાખી રહ્યા છે.

(11:45 am IST)