Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

ઉમર વધારવા ભલામણ

લગ્ન માટે છોકરીઓની ઉમર કેટલી હોવી જોઇએ ?

સમિતિએ પીએમઓને સોંપ્યો રીપોર્ટ

નવી દિલ્હીઃ તા.૨૦, છોકરીઓની વિવાહ યોગ્ય લધુતમ વય નકકી કરવા માટે રચાયેલ સમિતિએ પોતાની ભલામણો પીએમઓ અને મહિલા તથા બાળ વિકાસ મંત્રાલયને મોકલી આપી છે. સુત્રોએ ગઇકાલે આ માહિતી આપી છે. સુત્રોએ કહ્યું કે સમિતિઓ છોકરીઓની લગ્નની વય મર્યાદા વધારવાની જોરદાર ભલામણ કરી છે.

એક અધિકારીએ કહ્યું કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સમિતિની ભલામણો પર વિચાર કરી રહયું છે. વડાપ્રધાન  મોદીએ દેશના ૭૪માં સ્વાતંત્રય દિવસ  પર લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધીત કરતા કહ્યું કે સરકાર આ અંગે વિચારી રહી છે કે મહિલાઓ માટે લગ્નની લધુતમ વય મર્યાદા કેટલી હોવી જોઇએ.

તેમણે કહ્યું હતુ કે અમે આપણી દિકરીઓ માટે લગ્નની લધુતમ મર્યાદા પર વિચારણા કરવા માટે સમિતિની રચના કરી છે. સમિતિ પોતાનો રીપોર્ટ સબમીટ કરશે ત્યારપછી અમે યોગ્ય નિર્ણય લેશું. હાલમાં મહિલાઓ માટે લગ્ન ની લધુતમ વય ૧૮ વર્ષ છે.

ગયા વર્ષે જયાં જેટલીની અધ્યક્ષતામાં ૧૦ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. તેણે પોતાનો રીપોર્ટ ૩૧ જુલાઇ સુધીમાં સબમીટ કરવાનો હતો પણ સુત્રોએ જણાવ્યુ કે સમિતિએ પોતાની લધુતમ ભલામણો હાલમાં જ સબમીટ કરાવી છે.

(11:43 am IST)