Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

દેશમાં ૬ લાખ લોકોનું રસીકરણઃ ૧૦૦૦ને આડઅસર

વેકસીન લગાડવાના મામલે ભારત અમેરિકા કરતા આગળ

નવી દિલ્હી, તા. ૨૦ :. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાણકારી આપવામાં આવી છે કે ભારતમાં અત્યાર સુધીમાં જેટલા લોકોએ વેકસીન લગાવી છે. તેમાંથી ફકત ૦.૧૮ ટકા લોકોમાં જ આડઅસર જોવા મળી છે, જ્યારે ૦.૦૦૨ ટકા લોકો એવા છે જેને વેકસીન લાગ્યા બાદ બીજીવાર હોસ્પીટલમા ભરતી કરવાની જરૂરીયાત પડી છે. ભારતમાં ૧૬ જાન્યુઆરીથી વેકસીનેશનનું કામ શરૂ થયુ અને હવે તેજીથી આગળ વધી રહી છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યુ છે કે દરેક સ્વાસ્થ્ય કર્મીઓને આગળ આવીને કોરોનાની રસી લગાવી જોઈએ. વેકસીન અંગે જેટલી પણ ખોટી વાતો ગણાવવામાં આવી રહી છે. તેના પર ધ્યાન આપવુ જોઈએ નહી. નીતિ પંચના સભ્ય વી કે પોલે વિશ્વાસ વ્યકત કર્યો છે. દેશમાં જે વેકસીનને મંજુરી મળી છે તે સંપૂર્ણ સુરક્ષિત છે.

અગાઉ કોરોનાની રસી લગાવ્યા બાદ બે વ્યકિતઓના મોતની વાત પણ સામે આવી હતી. જો કે બાદમાં સરકારે તેમના નિવેદનમાં કહ્યુ કે મૃત્યુનુ રસી સાથે કોઈ લેવા દેવા નથી. આ વાત પોસ્ટમોર્ટમમા સ્પષ્ટ થઈ છે. ભારતમાં છેલ્લા ચાર દિવસમાં અંદાજે ૬ લાખથી વધુ લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી ચુકી છે. એક દિવસમાં વેકસીન લગાવવાના મામલે ભારત હવે અમેરિકાથી પણ આગળ ચાલી રહી છે. દેશમાં આ રફતાર વધુ તેજ હશે.

કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યુ છે કે કઈ સેશનમાં કઈ વેકસીન આપવી પડશે. તે સંપૂર્ણ રીતે રાજ્ય સરકાર પર નિર્ભર છે. અત્યાર સુધીમાં યુપી, રાજસ્થાન જેવા રાજ્યો છે, જ્યાં લક્ષ્યને તેજીથી પુરૂ કરવામાં આવી રહ્યુ છે. જ્યાં ૭૧ ટકાથી વધુ લક્ષ્યને પુરો કરવામાં આવ્યો છે.

ભારતમાં અત્યાર સુધી કોરોના વેકસીનની બે વેકસીનને મંજુરી મળી છે. કોવિશિલ્ડ અને કોવેકસીન આ ઉપરાંત ચાર વેકસીન પર કામ ચાલી રહ્યુ છે અને જો કે ભારતમાં કોરોનાની અસર ઓછી-વત્તી જોવા મળી રહી છે. અંદાજે આઠ મહિના બાદ દેશમા થયેલો કોરોનાથી મોતનો આંકડો ૧૪૦થી નીચે ગયો છે જે રાહત આપનારો છે.

(11:41 am IST)