Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

૨૪ કલાકમાં ૧૩,૮૨૩ લોકો સંક્રમિત : ૧૬૨ દર્દીએ ગુમાવ્યો જીવ

દેશમાં ૯૬.૬૪% દર્દીઓએ કોરોનાને મ્હાત આપી : હાલ માત્ર ૧,૯૭,૨૦૧ એકિટવ કેસ

નવી દિલ્હી તા. ૨૦ : ભારતમાં કોરોના સંક્રમણ સાથે જોડાયેલા સારા સમાચાર એ છે કે કોવિડ-૧૯ સામે લડી ૯૬.૬૪% દર્દી સાજા થઈ ગયા છે. દુનિયાના ટોપ-૨૦ સંક્રમિત દેશોની તુલનામાં ભારતમાં સૌથી ઝડપથી કોરોનાના દર્દી સાજા થઈ રહ્યા છે. અમેરિકાનો રિકવરી રેટ ૫૯.૦૮% છે. બ્રાઝીલમાં અત્યાર સુધી ૮૭.૫૪% દર્દી સાજા થઈ ચૂકયા છે. બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૩,૮૨૩ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૬૨ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૫,૯૫,૬૬૦ થઈ ગઈ છે

નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૨ લાખ ૪૫ હજાર ૭૪૧ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૧૬,૯૮૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧,૯૭,૨૦૧ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૫૨,૭૧૮ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે

બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ આજે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૯ જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ ૧૮,૮૫,૬૬,૯૪૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારના ૨૪ કલાકમાં ૭,૬૪,૧૨૦ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.  ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૪૮૫ નવા કેસ નોંધાયા છે જયારે તેની સામે ૭૦૯ દર્દીઓ સાજા થઈને પરત ગયા છે. રાજયમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતા અને સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થતા કુલ ૯૫.૯૮ ટકા દર્દીઓ અત્યારસુધીમાં સાજા થઈ ગયા છે. રાજયમાં વેકિસનેશનના દોરની વચ્ચે રિકવરી રેટ પણ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજયનાં ૨,૪૬,૫૧૬ દર્દીઓએ કોરોનાને મહાત આપી દીધી છે જયારે ૪,૩૬૯ દર્દીઓનાં મોત થયા છે.

અમેરિકામાં અઢી લાખ કોરોના કેસ નોંધાયા, ૨ હજાર આસપાસ નવા મૃત્યુ, ૨૩ હજાર આઈસીયુમાં

જો બાયડનના આજે શપથવિધિના દિવસે જ  : આજ સવાર સુધીમાં યુકેમાં નવા ૩૩૦૦૦ કેસ અને ૧૬૦૦ મૃત્યુનોંધ નોંધાયા, ચારેક હજાર લોકો આઇસીયુમાં સારવાર લઇ રહ્યા છે,

યુકેમાં ૪૩ લાખ લોકોને પ્રથમ ડોઝ અપાઈ ગયો અને બીજો ડોઝ ૪ાા લાખથી વધુ લોકોને અપાયો

ચીનમાં આજે સવારે ૨૪ કલાકમાં વધુ ૧૦૩ કેસ નોંધાયાઃ સૌથી ઓછા ઓસ્ટ્રેલિયામાં માત્ર ૧૦ નવા કેસ

અમેરીકા        :   ૧,૪૪,૦૪૭ નવા કેસો

બ્રાઝીલ         :   ૬૩,૫૦૪ નવા કેસો

ઈંગ્લેન્ડ         :   ૩૩,૩૫૫ નવા કેસો

ફ્રાન્સ            :   ૨૩,૬૦૮ નવા કેસો

રશિયા          :   ૨૧,૭૩૪ નવા કેસો

ભારત           :   ૧૩,૮૨૩ નવા કેસો

જર્મની          :   ૧૨,૧૫૯ નવા કેસો

ઈટલી           :   ૧૦,૪૯૭ નવા કેસો

જાપાન          :   ૬,૦૩૪ નવા કેસો

કેનેડા           :   ૪,૬૭૯ નવા કેસો

યુએઈ           :   ૩,૪૯૧ નવા કેસો

બેલ્જીયમ       :   ૯૩૨ નવા કેસો

સાઉથ કોરીયા  :   ૩૮૬ નવા કેસો

સાઉદી અરેબીયા    :    ૨૨૬ નવા કેસો

ચીન            :   ૧૦૩ નવા કેસ

હોંગકોંગ        :   ૫૬ નવા કેસ

ઓસ્ટ્રેલિયા      :   ૧૦ નવા કેસ

ભારતમાં નવા ૧૪ હજાર આસપાસ કેસ અને ૧૬૨ના મોત

નવા કેસો      :     ૧૩,૮૨૩ કેસો

નવા મૃત્યુ     :     ૧૬૨

સાજા થયા     :     ૧૬,૯૮૮

કુલ કોરોના કેસો     :   ૧,૦૫,૯૫,૬૬૦

એકટીવ કેસો   :     ૧,૯૭,૨૦૧

કુલ સાજા થયા      :   ૧,૦૨,૪૫,૭૪૧

કુલ મૃત્યુ       :     ૧,૫૨,૭૧૮

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૭,૬૪,૧૨૦

કુલ ટેસ્ટ       :     ૧૮,૮૫,૬૬,૯૪૭

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :    ૨,૪૮,૦૬,૯૬૪ કેસો

ભારત       :    ૧,૦૫,૯૫,૬૬૦ કેસો

બ્રાઝીલ     :    ૮૫,૭૫,૭૪૨ કેસો

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો   :    ૧,૪૪,૦૪૭

પોઝીટીવીટી રેટ :        ૮.૫%

હોસ્પિટલમાં :    ૧,૨૩,૮૨૦

આઈસીયુમાં :    ૨૩,૦૨૯

નવા મૃત્યુ   :    ૨,૧૪૧

વેકસીનેશન :    ૧૫.૬ મિલિયન

યુકેમાં ૨૪ કલાકમાં

નવા કેસો   :    ૩૩,૩૫૫

હોસ્પિટલમાં :    ૩૮,૭૭૭

આઈસીયુમાં :    ૩,૯૭૨

નવા મૃત્યુ   :    ૧,૬૧૦

યુકેમાં વેકસીનેશન

પેલો ડોઝ   :    ૪.૩ મિલિયન

બીજો ડોઝ  :    ૪,૫૭,૦૦૦

કેરળમાં કોરોના રાડ બોલાવી રહ્યો છે, સવાર સુધીમાં નવા છ હજાર કેસ નોંધાયા

જ્યારે મહારાષ્ટ્રમાં કોરોના ધીમે ધીમે ધીમો પડતો જાય છે, નવા ૨૩૦૦ આસપાસ કેસ નોંધાયા

૪૮૫ નવા કેસ સાથે ગુજરાત પાંચમા નંબરે, કોરોના કેસોમાં મોટો ઘટાડો

સૌથી ઓછા આસામમાં ૨૩, ચંદીગઢમાં ૩૧ અને ગુરૂગ્રામ ૩૧ તથા  હિમાચલમાં ૪૧, ઝારખંડમાં ૧૦૧ અને ઉત્તરાખંડમાં ૧૧૬ નવા કોરોના કેસ નોંધાયા છેે

કેરળ         :  ૬,૧૮૬

મહારાષ્ટ્ર     :  ૨,૨૯૪

કર્ણાટક       :  ૬૪૫

તામિલનાડુ   :  ૫૪૩

ગુજરાત      :  ૪૮૫

મુંબઈ        :  ૪૭૩

પ.બંગાળ     :  ૪૧૨

પુણે          :  ૩૮૬

છત્તીસગઢ    :  ૩૮૩

બેંગ્લોર       :  ૩૫૭

ઉત્તરપ્રદેશ   :  ૩૩૨

મધ્યપ્રદેશ   :  ૩૦૪

તેલંગણા     :  ૨૫૬

દિલ્હી         :  ૨૩૧

રાજસ્થાન    :  ૨૦૯

પંજાબ        :  ૨૦૯

બિહાર        :  ૧૮૯

આંધ્રપ્રદેશ    :  ૧૭૯

હરિયાણા     :  ૧૫૩

ચેન્નાઈ       :  ૧૫૨

ઓડીશા      :  ૧૨૨

ઉત્તરાખંડ     :  ૧૧૬

જમ્મુ કાશ્મીર :  ૧૧૩

ગોવા         :  ૧૧૨

કોલકતા      :  ૧૦૫

ઝારખંડ       :  ૧૦૧

અમદાવાદ   :  ૯૯

ભોપાલ       :  ૭૪

લખનૌ       :  ૭૩

જયપુર       :  ૪૮

હિમાચલ પ્રદેશ  :        ૪૧

ઈન્દોર       :  ૩૫

ગુરૂગ્રામ      :  ૩૧

ચંદીગઢ      :  ૩૧

આસામ      :  ૨૩

(2:51 pm IST)