Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

કર્મચારી હકક રજા થશે ૩૦૦: બદલાશે PFના નિયમો

મોદી સરકાર આજે નિર્ણય લ્યે તેવી શકયતાઃ આજે શ્રમ મંત્રાલય-ઉદ્યોગ જગત-લેબર યુનિયનો વચ્ચે બેઠક : હકક રજા ર૪૦થી વધારી ૩૦૦ કરવા, EPF માટેની પાત્રતા ૧પ૦૦૦ થી વધારી રૂ. ર૧૦૦૦ કરવા વગેરે બાબતો એજન્ડામાં: ૧લી એપ્રિલથી લાગુ થશે નવા શ્રમ કાનુનો

નવી દિલ્હી તા. ર૦ :.. નવા શ્રમ કાયદા અંગે એક વાર ફરી શ્રમ મંત્રાલય, ઉદ્યોગ જગતના પ્રતિનિધી અને લેબર યુનિયન સાથે જોડાયેલા લોકો આમને-સામને બેસીને વાતચીત કરીશું. સુત્રોના જણાવ્યા મુજબ હિતધારકો વચ્ચે થતી બેઠકમાં સંભવતઃ અંતિમ સમયની વાતચીત હશે.

જાણકારીના જણાવ્યા મુજબ આ બેઠકમાં લેબર યુનિયનો તરફથી ઉઠાવામાં આવેલી પીએફ અને હકક રજાની મર્યાદા વધારવાની માંગ પર પણ નિર્ણય લેવામાં આવશે. ભારતીય મજૂર સંઘે સરકારને માંગ કરી છે કે કર્મચારી રાજય વીમા યોજનાના સમરૂપ કર્મચારી ભવિષ્ય નિધિ યોજના એટલે કે ઇપીએફ હેઠળ લાયકાતના ધોરણ ૧પ હજાર રૂપિયા માસીક વેતનથી વધી ર૧ હજાર રૂપિયા કરવામાં આવે. બીજી બાજુ યુનિયન સાથે લોકો ઇચ્છે છે હકકની મર્યાદા ર૪૦ થી વધારીને ૩૦૦ દિવસ કરવામાં આવે. સરકારને ભવન અને અન્ય નિર્માણ શ્રમિકો, બીડી શ્રમિકો, પત્રકારો અને ભવ્ય દ્રશ્ય શ્રમિકોની સાથે - સાથે સિનેમા ક્ષેત્ર સાથે જોડાયેલા શ્રમિકો માટે અલગ નિયમ બનાવાની માંગ કરવામાં આવી છે.

સંસદ સાથે શ્રમ સુધારણા સાથે જોડાયેલા નવા કાયદા સપ્ટેમ્બર ર૦ર૦ માં પાસ થયો હતો હવે કેન્દ્ર સરકારના પ્રયત્નો છે કે તેને આ વર્ષે એપ્રિલ પહેલા એટલે કે નાણાંકીય વર્ષમાં જ લાગુ કરી દેવામાં આવે. કેન્દ્ર સરકાર તરફથી આ અંગે વીડીયો કોન્ફરન્સીંગ દ્વારા દરેક હિતધારકોની સાથે બેઠક કરવામાં આવી. જેની કોઇ લેબર યુનિયનો તરફથી બહિષ્કાર પણ કરવામાં આવ્યો છે. એ જ કારણ છે કે ર૦ જાન્યુઆરીએ થનારી બેઠક આમને - સામને હશે. આ મામલા સાથે જોડાયેલા અધિકારી મુજબ આ કાયદા પર તે અંતીમ દોરની ચર્ચા થશે. દરેક મુદાના સમાધાન કરવાના પ્રયત્નો કરવામાં આવશે અને ત્યારબાદ નિયમોને નોટીફાઇ કરવામાં આવશે.

(11:03 am IST)
  • આજે પ્રથમ દિવસે નવા પ્રમુખ શું કરશે? : ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલ ‘મુસ્લિમ ટ્રાવેલ બાન’ અને સરહદી દિવાલના ચણતરનો જા બાયડન ચાર્જ સંભાળતા વેત પ્રથમ દિવસે અંત લાવે તેવી સંભાવના access_time 5:09 pm IST

  • ' ખેતી કા ખૂન ' : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુકલેટ લોન્ચ કરી : નવા કૃષિ કાનૂનથી સમગ્ર દેશની ખેતી ઉપર ચારથી પાંચ કોર્પોરેટ ક્ષેત્રોનો કબજો આવી જશે : પત્રકાર પરિષદમાં સંબોધન કર્યું access_time 8:58 pm IST

  • ૨૦ જાન્યુઆરીએ બાઇડેન અમેરિકાના રાષ્ટ્રપતિ પદે તથા કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ પદે શપથ લેશે. અમૃતસરના ચિત્રકાર જગજોતસિંહ રૂબાલે આ બન્ને મહાનુભાવોના ચિત્રો તૈયાર કર્યા હતા. સાથે સાથે તેમણે અમેરિકાના શરૂઆતથી આજ સુધીના રાષ્ટ્રપતિના ચહેરા પણ કળાત્મક રીતે દોર્યા હતા. access_time 10:16 am IST