Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

પાકિસ્તાન : ૧૨ વર્ષની છોકરીનું અપહરણ : દુષ્કર્મ અને લગ્ન : સાંકળ બાંધી જાનવરો સાથે રખાઇ

ઇસાઇ છોકરીને મુસ્લિમ વ્યકિતએ ઘરમાં બંદી બનાવીને રાખી : પરિવારે લગાવ્યા અનેક આરોપ

ઈસ્લામાબાદ તા. ૨૦ : પાકિસ્તાનમાં ૧૨ વર્ષની એક ઈસાઈ છોકરીને ખૂબ જ યાતનાઓમાંથી પસાર થયા પછી આખરે બચાવવામાં આવી છે. આ માસૂમ છોકરીનું અપહરણ કરીને પહેલા તો દુષ્કર્મ આચરવામાં આવ્યું. જે પછી એક વ્યકિતએ જબરજસ્તીથી લગ્ન કરાવવામાં આવી અને સાંકળમાં જકડીને રાખવામાં આવી હતી. આ છોકરીને ૪૫ વર્ષના મુસ્લીમ વ્યકિતએ ઘરમાં બંદી બનાવીને રાખી હતી. જયાં તેને આખો દિવસ જાનવરોનું છાણ ઉપાડવાનું કામ કરાવવામાં આવ્યુ હતું. પોલીસે જયારે ગત મહિને આ છોકરીને ફૈસલાબાદમાં બચાવી તો તેની એડી પર સાંકળથી જકડીને રાખેલા લાલ ચકામા ઉપસેલા જોવા મળ્યા હતાં.

આરોપ લગાવવામાં આવ્યો છે કે છોકરીના પરિવારે પોલીસમાં પણ અનેક ફરિયાદ કરી પરંતુ તેમણે કોઈ જ ફરિયાદ સાંભળી નહોતી. છોકરીના પિતાએ જણાવ્યું કે, 'તેમણે મને જણાવ્યું કે તેને ગુલામની જેમ રાખવામાં આવ્યો હતો. તેને આખો દિવસ કામ કરવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. જાનવરોની ગંદકી સાફ કરાવવામાં આવી. ૨૪ કલાક સાંકળમાં બાંધીને રાખવામાં આવી.' પરિવારે એ પણ આરોપ લગાવ્યો કે છોકરીને ગત વર્ષે જૂન મહિનામાં અપહરણ કરવામાં આવ્યુ હતું અને તેની સાથે અનેકવાર દુષ્કર્મ કરવામાં આવ્યુ હતું.

જે પછી પણ સપ્ટેમ્બર મહિના સુધી ઓફિશ્યિલ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો નહોતો. તેણે એ પણ આરોપ લગાવ્યો કે, તેના પર વંશીય ટિપ્પણી કરવામાં આવી અને ઈશનિંદાનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો. ત્યાં સુધી કે નકલી મેડિકલ રિપોર્ટમાં છોકરીની ઉંમર ૧૬-૧૭ વર્ષ કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો જયારે બર્થ સર્ટિફિકેટમાં તેની ઉંમર ૧૨ વર્ષ હતી.

ઈસાઈ ચેરિટિ સંગઠનોએ દાવો કર્યો હતો કે આવી અનેક યુવતીઓનું અપહરણ કરવામાં આવે છે અને જબરજસ્તીથી લગ્ન કરવામાં આવે છે. માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે દર વર્ષે હજારો ઈસાઈ અને હિંદુ યુવતીઓનું અપહરણ કરવામાં આવે છે અને ઈસ્લામ કબૂલ કરવા માટે મજબૂર કરવામાં આવે છે.

(10:26 am IST)