Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

જલપાઇગુડીમાં થઇ સુરતવાળી

ગાઢ ધુમ્મસને કારણે ટ્રકનું સંતુલન બગડયું અને ૧૩ના નિપજ્યા કરૂણ મોત

કોલકત્તા તા. ૨૦ : પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં દુઃખદ ઘટના સર્જાઈ છે. અહીં એક બોલ્ડરથી ભરેલું ટ્રક, ખાનગી કાર અને મેજીક વાન પલટી ગઈ. સ્થાનીય ધારાસભ્ય મિતાલી રોય મુજબ ઘટનામાં ૧૩ લોકોની મોત થઇ છે. ત્યારે બીજાની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. ઘાયલોને જલ્પાઈગુડીની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ઓવરલોડિંગના કારણે ટ્રકની સંતુલન બગડ્યું અને ૧૩ લોકોના જીવ જતા રહ્યા. જયારે ૧૮ લોકોને ઘાયલ જણાવવામાં આવી રહ્યા છે.

જલ્પાઈગુડીના SSP સુમંત રોય મુજબ, મંગળવારે રાત્રે લગભગ ૯ વાગ્યું ૫ મિનિટ પર બોલ્ડરથી ભરેલ ટ્રક માયાનાલીથી પસાર થઇ રહી હતી. બીજી બાજુથી ટાટા મેજીક, મારૂતિ વાન ખોટી તરફ જઈ રહ્યું હતું. ધુમ્મ્સના કારણે પહેલા ટ્રક અને મેજીક વાન પલટી પછી મારુતિ વાન પણ પલટી ગઈ.

આ દરમિયાન ગણા બોલ્ડર ચાલી રહેલ ગાડીઓ પર પડી ગયા. આ ઘટનામાં ૧૩ લોકોના કરૂણ મોત નિપજયા છે અને ૧૮ લોકો ઘાયલ થયા છે. જેને જલપાઈગુડી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.

ત્યાંના લોકોની માનીએ તો બોલ્ડરથી ભરેલ ટ્રક, એક બીજાને ઓવરટેક કરી રહી હતી આ દરમિયાન ખોટી દિશામાંથી આવી રહેલ ગાડીઓ સાથે ટકરાઈ. ત્યાર પછી ટ્રકના કેટલાક બોલ્ડર બીજી ગાડીઓ પર પડી ગયા. આ મામલે ટ્રક ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

(11:09 am IST)