Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

જનેતાએ જ આઠ મહિનાના પુત્રને કૂહાડીથી વાઢી નાખ્યો

મધ્યપ્રદેશના ચુરારી ગામની કંપાવનારી ઘટના : માતા અસ્થિર મગજ બિમારીથી પીડિત હોવાનું અનુમાન હત્યા કર્યા બાદ બકરો કાપી નાખ્યો એવી બૂમો પાડી હતી

ભોપાલ, તા. ૧૯ : મધ્યપ્રદેશના ચુરારી ગામમાં ૮ મહિનાના છોકરાને તેની જનતેાએ જ કુહાડીનો ઘા ફટકારી હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઇ છે. ઘરેથી દૂર અંદાજે ૮૦ ફૂટના અંતર પર આવેલા રસ્તા પર તેને માતા લઈ ગઈ અને રસ્તા પર સૂવાડીને ડોકમાં કુહાડી મારી દીધી. આ બનાવની માહિતી પરિવારે પોલીસને આપી નહોતી.

જોકે મૃતકની નાની તેને કપડામાં લપેટીને ચંદેર હોસ્પિટલ લઈને પહોંચી હતી, જ્યાં ડોક્ટરને કહ્યું કે છત પરથી પડી ગઈ હોવાનું કહીને તપાસ કરાવી. તેને જોઈને જ ડોક્ટરે મૃત જાહેર કરી દીધો. આખી રાત કપડામાં મૃતદેહને લપેટીને ઘરે રાખી મૂક્યું. પોલીસનું કહેવું છે કે માતાના મગજની સ્થિતિ સારી નથી. નાની બહેન રોશનીએ જણાવ્યું હતું કે શનિવારે સવારે ૧૧ વાગ્યે યશરાજને ખોળામાં લઈને રમાડી રહી હતી. રશ્મિ તેને ખવડાવતી-ખવડાવતી બહાર જતી રહી. થોડાવાર પછી તે બૂમ પાડતી અંદર આવી અને કહેવા લાગી કે બકરો કાપી નાખ્યો. જ્યારે હું બહાર ગઈ તો યશરાજ લોહીથી લથપથ હતો. તેને ઉઠાવીને અંદર લાવી અને તેને પૂછ્યું કે શું કર્યું, તો કહેવા લાગી જેનો બકરો હતો તેણે લઈ લીધો. માતા એક સંતથી પ્રભાવિત હતી અને તેના પ્રવચન યુ-ટયૂબ પર સાંભળતી હતી. રશ્મિના લક્ષ્મણ લોધી સાથે બે વર્ષ પહેલાં લગ્ન થયા હતા. લગ્ન પછી તે તેના પતિની સાથે ઈન્દોરમાં રહતી હતી. અઢી મહિના પહેલાં તે પુત્ર યશરાજની સાથે પોતાના પિયર ચુરારી આવી હતી

(12:00 am IST)