Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયા જાહેર :અમદાવાદમાં બે ટેસ્ટ અને 5 T-20 રમાશે

ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી ટેસ્ટ રમનારા 9 ખેલાડીને ઇંગ્લેન્ડ સામેની મેચમાં સ્થાન:શમી-જાડેજા સહિત 4 ઘાયલ બહાર:ઘાયલ બુમરાહ- અશ્વિન ટીમમાં યથાવત

મુંબઇઃ ઇંગ્લેન્ડ સામે ફેબ્રુઆરીમાં ઘર આંગણે રમાનારી શ્રેણી (IND END Series)માં પ્રથણ બે ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયા જાહેર થઇ ગઇ. આજે જ ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર ધૂળ ચટાડનારી ચોથી ટેસ્ટના 9 ખેલાડી ટીમમાં જગ્યા બનાવી શક્યા.

ઓલરાઉન્ડર હાર્દિંક પંડ્યાએ 29 મહિના પછી ટીમમાં વાપસી કરી છે. જ્યારે ઇશાંત શર્માને પણ સ્થાન મળ્યું છે. કેપ્ટન વિરાટ કોહલી ટીમમાં જોડાઇ જશે. જ્યારે વિજયી ટેસ્ટના ફાસ્ટર ટી. નટરાજન બહાર થઇ ગયો છે. જાડેજાના સ્થાને ગુજ્જુ ખેલાડી અક્ષર પટેલની પસંદગી થઇ છે. તે ઘરઆંગણે ટેસ્ટ ડેબ્યુ કરી શકે છે

અમદાવાદીઓ માટે ખુશીની વાત એ છે કે નવા બંધાયેલા વિશ્વના સૌથી મોટા સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમમાં શ્રેણીની છેલ્લી બે ટેસ્ટ અને 5 ટી-20 રમાશે. આ મેચો 24 ફેબ્રુઆરીથી 20 માર્ચ સુધી રમાશે.

ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરિઝની જીતના અમુક કલાક બાદ ઈંગ્લેન્ડ સામે રમાનાર પ્રથમ બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા (IND END Series)ની જાહેરાત કરાઈ. પસંદગીકારો માટે નવોદિતોના ઉતકૃષ્ટ ફોર્મને લીધે ટીમ પસંદ કરવામાં થોડી મુંઝવણ હતી. તેને લીધે વિજયી ટીમના 9 ખેલાડી જગ્યા બનાવી શક્યા.

મેચ દરમિયાન ઘાયલ નવદીપ સૈનીને સ્થાન મળ્યું નથી. જ્યારે આઉટ ઓફ ફોર્મ ઓપનર પૃથ્વી શોની હકાલપટ્ટી કરી દેવાઇ

ઓસ્ટ્રેલિયા સામે સિડનીની ત્રીજી ટેસ્ટમાં ઇજા પામેલા ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને સ્પિનર રવિન્દ્રચંદ અશ્વિનને ટીમ (IND END Series)માં જાળવી રખાયા છે. જ્યારે ચોથી ટેસ્ટને ડ્રો કરાવવામાં મહત્વનું યોગદાન આપનાર ઇજાગ્રસ્ત હનુમા વિહારીને બહાર રખાયો છે.

અલબત્ત ઇજાને કારણે ભારત પરત આવેલા ઓપનર કે એલ રાહુલને બીજી ટેસ્ટ માટે રાખવામાં આવ્યો છે. જો તે ફિટ હશે તો રમી શકે છે

ચેન્નાઇમાં રમાનારી પ્રથમ બે ટેસ્ટ માટે 4 સ્પીનરની પસંદગી કરવામાં આવી છે. અશ્વિન ઉપરાંત ડેબ્યુ મેચમાં 4 વિકેટ લેનારા વોશિંગ્ટન સુંદર, ઓસીમાં એક પણ ટેસ્ટ નહીં રમનારા ચાઇનામેન કુલદીપ યાદવ અને અક્ષર પટેલનો સમાવેશ કરાયો છે

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ઘઆયલ થયેલા ચાર ખેલાડીઓ હજુ આરામ જ કરશે. તેમને ટીમ (IND END Series)માં પસંદ કરાયા નથી. જેમાં મુહમ્મદ શમી, રવિન્દ્ર જાડેજા, હનુમા વિહારી અને ઉમેશ યાદવનો સમાવેશ થાય છે.

ચેતન શર્માની અધ્યક્ષતામાં આજે મળેલી પસંદગી સમિતિની વર્ચ્યુઅલ બેઠક બાદ ટીમની જાહેરાત કરાઈ હતી. પ્રથમ બે ટેસ્ટ મેચ ચેન્નઈમાં રમાશે. હાર્દિક પંડ્યાની 29 મહીના બાદ ટેસ્ટ ટીમમાં વાપસી થઈ છે. હાર્દિકે છેલ્લી ટેસ્ટ ઓગસ્ટ 2018માં ઈંગ્લેન્ડમાં રમી હતી.

રથમ બે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા: વિરાટ કોહલી (કેપ્ટન), રહાણે, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ઋષભ પંત, રિદ્ધિમાન સાહા, હાર્દિક પંડ્યા, કેએલ રાહુલ, આર અશ્વિન, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર

ઓપનરઃ રોહિત શર્મા, શુભમન ગિલ, મયંક અગ્રવાલ

મીડલમેનઃ ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંકય રહાણે, ઋષભ પંત/ રિદ્ધિમાન સહા, હાર્દિક પંડયા અને લોકેશ રાહુલ.

ઝડપી બોલરઃ જસપ્રીત બુમરાહ, ઇશાંત શર્મા, મુહમ્મદ સિરાજ, શાર્દૂલ ઠાકુર.

સ્પિનરઃ આર. અશ્વિન, કુલદીપ નાયર, વોશિંગ્ટન સુંદર, અક્ષય પટેલ.

સ્ટેન્ડબાયઃ કેએસ ભારત (વિકેટ કિપર), અભિમન્યુ ઇશ્વરન, શાહબાઝ નદીમ, રાહુલ ચહર.

નેટ બોલર્સઃ અંકિત રાજપૂત, અવેશ ખાન, સંદીપ વોરિયર, કૃષ્ણપ્પા ગૌતમ અને સૌરભકુમાર.

ભારત ઇંગ્લેન્ડ વચ્ચે )4 ટેસ્ટ, 5 ટી-20 અને 3 વન ડે રમાશે. જેમાંથી પ્રથમ ટેસ્ટ 5 ફેબ્રુઆરીથી ચેન્નાઇમાં શરૂ થશે. અમદાવાદમાં ડે/નાઇટ સહિત બે ટેસ્ટ રમાશે. સાથે 5 ટી-20 પણ રમાશે. જ્યારે અંતિમ 3 વન ડે પૂણેમાં યોજાવવાની છે.

કોરોનાને ધ્યાનમાં રાખી BCCIએ ઇંગ્લેન્ડ સામેની તમામ મેચો માટે માત્ર ત્રણ વેન્યુ પસંદ કર્યા છે. બીજી ટેસ્ટ 13થી17 ફેબ્રુઆરી (ચેન્નાઇ), ત્રીજી ડેનાઇટ ટેસ્ટ 24થી28 ફેબ્રુઆરી અમદાવાદ અને ચોથી ટેસ્ટ પણ અહીં જ 4થી 8 માર્ચ દરમિયાન રમાશે. પછી મોટેરામાં જ 12થી 20 માર્ચ સુધી ટી-20નું આયોજન થશે.

ઇંગ્લેન્ડના ભારત પ્રવાસનો કાર્યક્રમ

મેચ                                      તારીખ                            સ્થળ

પ્રથમ ટેસ્ટ                           5થી9 ફેબ્રુ                                   ચેન્નાઇ

બીજી ટેસ્ટ                            13થી 17 ફેબ્રુ                              ચેન્નાઇ

ત્રીજી ટેસ્ટ D/N                     24થી 28 ફેબ્રુ                              અમદાવાદ

ચોથી ટેસ્ટ                            4થી 8 માર્ચ                                અમદાવાદ

પ્રથમ ટી-20                         12 માર્ચ                                     અમદાવાદ

બીજી ટી-20                          14 માર્ચ                                    અમદાવાદ

ત્રીજી ટી-20                          16 માર્ચ                                     અમદાવાદ

ચોથી ટી-20                          18 માર્ચ                                     અમદાવાદ

પાંચમી ટી-20                       20 માર્ચ                                     અમદાવાદ

પ્રથમ વન ડે                        23 માર્ચ                                     પૂણે

બીજી વન ડે                         26 માર્ચ                                    પૂણે

ત્રીજી વન ડે                         28 માર્ચ                                     પૂણે

 

(9:31 am IST)