Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

વારાણસીમાં યુપી એટીએસની મોટી કાર્યવાહી પાકિસ્તાની આઈએસઆઈ એજન્ટની ધરપકડ

પૈસાના બદલામાં દેશના મહત્ત્વપૂર્ણ સ્થળો અને સૈન્ય સ્થળોના ફોટા ISIને મોકલતો

 

વારાણસીમાં ઉત્તર પ્રદેશ ATS દ્વારા મોટી કાર્યવાહી કરાતા પાકિસ્તાની ગુપ્ત એજન્સી ISIના એજન્ટની ધરપકડ કરાઈ છે ધરપકડ કરવામાં આવેલ વ્યક્તિ પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISI સાથે સંપર્કમાં હોવાની વાત જાણવા મળી છે. ત્યારબાદ તપાસ એજન્સીઓના અધિકારીઓ તેની ધરપકડ કરીને પૂછપરછ કરી રહ્યાં છે.

  ધરપકડ કરવામાં આવેલા ISI એજન્ટનું નામ રશીદ અહમદ છે, જે ચંદોલી જિલ્લાના ચોરહટનો રહેવાસી છે. રશીદ અહમદ 2018માં કરાંચીમાં રહેતી માસીને મળવા ગયો હતો, ત્યારે તે ISIના સંપર્કમાં આવ્યો હતો. માર્ચ 2019થી તે પૈસાના બદલામાં દેશના મહત્ત્વપૂર્ણ સ્થળો અને સૈન્ય સ્થળોના ફોટા ISIને મોકલતો હતો. આ સુચનાઓ માટે પાકિસ્તાની એજન્સીઓએ રશીદને પૈસા ગિફ્ટમાં મોકલ્યા હતા.

 વડાપ્રધાન  મોદીના સંસદીય વિસ્તારમાં રશીદની ધરપકડ થવી એ સુરક્ષા એજન્સીઓ માટે મોટી સફળતા માનવામાં આવી રહી હતી. ATSના જણાવ્યા અનુસાર, રશીદ પાસે એ માહિતી મેળવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે કે તેણે ભારતના કયા-કયા સ્થળોની માહિતી ISIને મોકલાવી છે. આ સિવાય એજન્સીઓ એ પણ માહિતી મેળવી રહી છે કે, પાકિસ્તાન કયા માધ્યમથી તેને પૈસા અને ગિફ્ટો મોકલતું હતું. ATS રશીદ પાસેથી મળી આવેલા એક મોબાઇલમાંથી ફોન કોલ્સની ડિટેઇલ મેળવી રહી છે.

(1:08 am IST)