Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

30 વર્ષ પહેલા એવી શું સ્‍થિતિ બની કે કાશ્‍મીરી પંડિતોએ પોતાના પૂર્વજોની જમીન છોડીને શરણાર્થી શિબિરોમાં આશરો લેવા મજબુર થવુ પડયુઃ અનુપમ ખેરનો વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ આજે કાશ્મીરી પંડિતોની સાથે થયેલી હિંસાના 30 વર્ષ પૂરા થઈ ગયા છે. 19 જાન્યુઆરી, 1989ના પોતાના ઘરમાંથી બેઘ થયેલા કાશ્મીરી પંડિત આજે પણ પોતાની જમીનથી દૂર છે. પરંતુ હવે 30 વર્ષ બાદ એક એવો વીડિઓ સામે આવ્યો છે, જે કાશ્મીરી પંડિતો પર તે દરમિયાન થયેલા દુખને વ્યક્ત કરી રહ્યો છે. પોતાની વાત સ્પષ્ટ રીતે કહેવા માટે જાણીતા દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરનો એક વીડિઓ સામે આવ્યો છે, જેને જોઈને તમારૂ લોહી પણ ઉકળવા લાગશે.

આશરે 7 મિનિટના આ વીડિઓમાં અનુપમ ખેરે જણાવ્યું કે, આખરે આજથી 30 વર્ષ પહેલા એવી શું સ્થિતિ બની કે કાશ્મીરી પંડિતોએ પોતાના પૂર્વજોની જમીન છોડીને શરણાર્થી શિબિરોમાં આશરો લેવા માટે મજબૂર થવું પડ્યું હતું. કેમ અચાનક પોતાના ઘરમાં તેની માટે સ્થિતિ મુશ્કેલ થતી ગઈ.

આ વીડિઓને શેર કરતા અનુપમ ખેરે એક મોટું કેપ્શન પણ લખ્યું છે. તેમણે કેપ્શનમાં લખ્યું, 'હું એક કાશ્મીરી પંડિત છું. #KashmiriPandits પલાયન વિશે આ વીડિઓને ચાર વર્ષ પહેલા શૂટ કરવામાં આવ્યો હતો. ત્યારથી કંઇ ફેરફાર થયો નથી. આ કોઈ કાલ્પનિક લઘુકથા નથી. આ વાસ્તવિક રીતે 30 વર્ષ પહેલા 19 જાન્યુઆરી, 1990ના થયો હતો. 4,00,000 કાશ્મીરી પંડિત, જેમાં મારા ઘણા સંબંધિ સામેલ હતા, તેમણે બધુ છોડીને ભાગવું પડ્યું હતું. ત્યારથી તે પોતાના જ દેશમાં શરણાર્થીની જેમ રહે છે. વિશ્વને તે દેખાડવાની જરૂર છે કે, તે ભયાનક રાત્રે શું થયું હતું.'

આ વીડિઓમાં અનુપમ ખેર ભાવુક જોવા મળી રહ્યાં છે. તેમણે તે સમયગાળાની સ્થિતિનું વર્ણન કર્યું છે. અત્યાર સુધી 1 લાખ કરતા વધારે લોકોએ આ વીડિઓ જોયો છે.

(5:32 pm IST)