Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

કાશ્મીરની શાંતિ ફરી જોખમમાં: ઘાતક હથિયારો સાથે અનેક આતંકીઓ તબાહી મચાવવા ઘુસ્યા: સેના દ્વારા રાત્રી પેટ્રોલિંગ વધુ આંકરું બનાવી, નાકાબંધી શરૂ

જમ્મુ: (સુરેશ ડુગ્ગર દ્વારા) વરિષ્ઠ અધિકારીઓએ સ્વીકાર્યું છે કે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી એલઓસી પર યુદ્ધવિરામ ભંગની ઘટનાઓનો ફાયદો ઉઠાવતા પાકિસ્તાન સૈન્ય આતંકવાદીઓને ભારત બાજુ  ધકેલી શક્યું છે.  ઘુસણખોરી કરનારા નવા આતંકવાદીઓ વિશે ચોંકાવનારી તથ્ય એ છે કે તેઓ ખૂબ જ ઘાતક શસ્ત્રોથી સજ્જ છે જેને કાશ્મીરની શાંતિના ભુક્કા બોલાવવાનું કામ સોંપાયું છે.

            એલઓસી ઉપર પર્વતોમાં બરફવર્ષા હોવા છતાં, ઘણા આતંકીઓ એલઓસીને પાર કરીને કાશ્મીરમાં પ્રવેશવામાં સફળ થયા છે.  પરિણામે કાશ્મીરની શાંતિ જોખમમાં છે.  જો કે, સેનાએ નાઇટ પેટ્રોલિંગની જૂની રણનીતિ અપનાવી હતી તેમજ આતંકવાદી હુમલાઓને રોકવા માટે નાઇટ સર્ચ ઓપરેશન ઝડપી બનાવવા નાકાબંધી કરી હતી, જેના કારણે લોકોને અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે.

           આ આતંકીઓને કાશ્મીરમાં ભયંકર વિનાશ સર્જવાનું કામ સોંપાયું હોવાના ઇનપુટ મળે છે. ઘુસણખોરો તાલિબાન અને અલ કાયદાના સભ્યો હોઈ શકે છે, જે વાયરલેસ સંદેશાઓ સંભળાયા હતા તે શંકાસ્પદ હતા.

            નાકાબંધીમાં સેનાની સહાય પણ લેવામાં આવી રહી છે. સિવિલ એડમિનિસ્ટ્રેશનના એક અધિકારીએ કહ્યું કે સુરક્ષાની ખાતર  આ અસુવિધા સહન કરવી પડશે. કેટલાક વિસ્તારોમાં શકમંદો જોવા મળ્યા છે. લોકોમાં ગભરાટ પણ  ફેલાયો છે…

(5:31 pm IST)