Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

હવે માલગાડી લેટ થશે તો પણ ગ્રાહકને વળતર મળશે

માલગાડી અને પેસેન્જર ટ્રેનના ઝડપી સંચાલન માટે અલગ અલગ ટ્રેક જરૂરીઃ પીયૂષ ગોયલ

નવી દિલ્હી,તા.૨૦: તેજસ એકસપ્રેસ ટ્રેનની પેટર્ન પર હવે માલગાડી પણ જો લેટ થશે તો ગ્રાહકને વળતર મળશે. રેલ્વેપ્રધાન પીયૂષ ગોયલે ડેડિકેટેડ ફેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (ડીએફસીસીઆઇએલ)ની સ્થાપના દિને યોજાયેલ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે માલગાડી અને પ્રવાસી ટ્રેનના ઝડપી ઓપરેશન માટે બંનેને અલગ અલગ ટ્રેકની જરૂરી છે.

તેમણે માલગાડી લેટ થાય તો ગ્રાહકને વળતર આપવા હિમાયત કરી છે. રેલ્વે પ્રધાને આઇઆરસીટીસીનો ઉલ્લેખ કર્યો હતો. જો તેજસ એકસપ્રેસ ટ્રેન મોડી થાય તો પ્રવાસીને વળતર આપે છે. તેમણે જણાવ્યેં કે ભારતીય રેલ્વેએ માલગાડીના સંચાલન માટે પણ રેલ ટ્રેકનો મહતમ ઉપયોગ કરવો જોઇએ. અને માલગાડીને સરેરાશ ઝડપ વધારવી જોઇએ.

પીયૂષ ગોયલે ૫૦૦ કિમી ડેડિકેટેડ ફેક કોરિડોર પૂર્ણ કરવા માટે ડીએફસીસીઆઇએલને અભિનંદન આપ્યા હતા. અને માર્ચ -૨૦૨૦ સુધીમાં ૯૯૧ કિમીનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે તેમને પ્રોત્સાહિત કર્યા હતા. રેલ્વે પ્રધાને માલગાડીઓનું સંચાલન નિયત ટાઇમટેબલ મુજબ કરવા ભાર મૂકયો હતો.

(4:13 pm IST)