Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

સીએએ કાયદો હોવા છતાં મુસ્લિમોને નાગરિકતા મળી શકે ?

નવી દિલ્હી  : ભારતના પાડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલાદેશના મુસ્લિમો જેમના પર ત્યાં અત્યાચાર ગુજારાતો હોય અથવા જેમને ભારતમાં આર્થિક રસ હોય તેઓભારતીય નાગરિકતા મેળવવા હક્કદાર છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગઇકાલે માહીતી આપતા કહયું કે, ૩૯૧ અફધાનિ મુસ્લીમોને ૨૦૧૬ થી ૨૦૧૮ વચ્ચે મોદી સરકારે ભારતીય નાગરિકતા આપી હતી, એટલું જ ાહી, છેલ્લા ૧૦ વર્ષોમાં ૨૮૩૮ પાકિસ્તાની શરણાર્થીઓ, ૯૧૪ અફઘાની અને ૧૭૨ બંગલાદેશી શરણાર્થીઓ જેમાં મુસ્લિમો પણ  સામેલ છે, તેમને ભારતીય નાગરિકત્વ અપાયું હતું.

સીતારમણે ગાયક અદનાન સામીનો ઉલ્લેખ કરતા કહયું કે તે ૨૦૦૧ થી બોલીવુડમાં ગાયક તરીકે છે, તેને ૨૦૧૬માં ભારતીય નાગરીકતા માનવતાના ધોરણે આપવામાં આવી હતી, કેમ કે તેનો પાકિસ્તાની પાસપોર્ટ પુરો થઇ ગયો હતો અને ત્યાંની સરકારે નવો પાસપોર્ટ આપવાની ના પાડી હતી. ગૃહ મંત્રાલયે ગયા વર્ષે એ પણ ચોખવટ કરી હતી કે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલાદેશ સિવાયના દેશોના હિંદુઓને ધાર્મિક હેરાનગતિના કારણોસર સીએએ હેઠળ નાગરિકતા નહીં મળે તેમણે ભારતીય નાગરિકતા મેળવવા માટે રજીસ્ટ્રેશન દ્વારા અરજી કરવી પડશે. આના લીધેજ મ્યાંમારથી આવેલા ૪૦૦ રોહિગ્યા હિન્દુઓ બંગલાદેશમાં શરણાર્થીઓ તરીકે રહી રહયાં છે.

(નેશનલ અંગ્રેજી દૈનિકનો હવાલો)

(3:51 pm IST)