Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

કેજરીવાલનું ગેરન્ટી કાર્ડઃ ફ્રી વીજળી, પાણી, શિક્ષા અને સારવારનો વાયદો

ઘોષણાપત્ર આગામી ૧૦-૧૫ દિવસમાં આવશે

નવી દિલ્હી, તા.૨૦: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ રવિવારે કેજરીવાલનનું ગેરન્ટી કાર્ડ જારી કર્યું છે. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે આ ગેરન્ટી કાર્ડ ઘોષણાપત્રથી અલગ છે. તેમણે એમ પણ કહ્યું છે કે ગેરન્ટી કાર્ડ અંતર્ગત આગામી પાંચ વર્ષ લોકોને ૨૦૦ યુનિટ વીજળી વિનામૂલ્યે મળવાની જારી રહેશે. દરેક દ્યરને ૨૪ કલાક શુદ્ઘ પાણી મળશે.

આપ દિલ્હીની તમામ ૭૦ બેઠક પર તેના ઉમેદવાર નક્કી કરી ચૂકી છે. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે. ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ ૨૧ જાન્યુઆરી છે. ૮ ફેબ્રુઆરીએ મતદાન બાદ ૧૧ ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે.

કેજરીવાલે કહ્યું છે કે ઘોષણાપત્ર આગામી ૧૦-૧૫ દિવસમાં આવશે. આ અમારું ગેરન્ટી કાર્ડ છે. અમારા વિકાસની પાકી-ગેરન્ટી છે. એમાં કેટલીક વાત એવી છે કે જે અમે પૂરી કરી ચૂકયા છીએ. જે પણ વચન આપવામાં આવી રહ્યાં છે તે આગામી પાંચ વર્ષમાં પૂરાં કરીશું. કેટલીક ગેરન્ટી ઘણી મોટી છે માટે ૨, ૩ અથવા તો પાંચ વર્ષમાં લાગુ કરી શકાશે.

કેજરીવાલે જાહેર કરેલા ગેરન્ટી કાર્ડની મોટી વાતો

દિલ્હીમાં તમામને ૨૪ કલાક વીજળી પૂરી પાડીશું. ૨૦૦ યુનિટ મફત વીજળીની યોજના યથાવત્ રહેશે. વાયરોના ગૂંચવાડાની જગ્યાએ દરેક દ્યર સુધી અન્ડર ગ્રાઉન્ડ કેબલથી વીજળી પહોંચશે.

દરેક ઘરમાં ૨૪ કલાક શુદ્ઘ પીવાનું પાણી પૂરું પાડીશું. દરેક પરિવારને ૨૦ હજાર લિટર મફત પાણીની યોજના ચાલુ જ રહેશે.

દિલ્હીના દરેક બાળકને શ્રેષ્ઠ શિક્ષણ પૂરું પાડવા માટે વિશ્વ સ્તરીય શિક્ષણવ્યવસ્થા લાગુ કરીશું.

દિલ્હીના દરેક પરિવારને અદ્યતન હાઙ્ખસ્પિટલો અને મોહલ્લા કિલનિક મારફતે સારવારની યોગ્ય વ્યવસ્થા ગોઠવીશું જેમાં સસ્તા દરે શ્રેષ્ઠ સારવાર પૂરી પાડવામાં આવશે.

દિલ્હીના નાગરિકો માટે સરકારી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા વધુ સુવિધાજનક બનાવીશું. આ માટે ૧૧ હજારથી વધુ બસો અને ૫૦૦ કિલોમીટરથી વધુ લાંબી મેટ્રો લાઇનો નાખીશું. મહિલાઓ સાથે વિદ્યાર્થીઓને પણ મફત બસ મુસાફરીની સુવિધા.

વાયુ પ્રદૂષણના સ્તરને ઓછું કરીને ૩ દ્યણો દ્યટાડવાનું લક્ષ્ય છે. આ માટે બે કરોડ વૃક્ષો વાવીને ગ્રીન દિલ્હી બનાવવામાં આવશે.

દિલ્હીને ગંદકી અને કચરાના ઢગલાથી મુકત કરીને સ્વચ્છ અને સુંદર બનાવીશું.

દિલ્હીને મહિલાઓ માટે સુરક્ષિત બનાવીશું. આ માટે સીસીટીવી કેમેરા, સ્ટ્રીટ લાઇટ્સ, બસ માર્શલની સાથે હવે મોહલ્લા માર્શલની પણ વ્યવસ્થા કરવામાં આવશે.

(3:49 pm IST)