Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

નિર્ભયા કેસ

સુપ્રીમ કોર્ટે નિર્ભયાના દોષી પવનના સગીર હોવાના દાવાને ફગાવ્યો, કહ્યું: ત્યારે કેમ ન જણાવ્યું?

૩ જજોની બેન્ચે અરજી ફગાવતાં કહ્યું કે, આ મામલાને કેટલીવાર ઉઠાવશો? સગીર હોવાની વાત ટ્રાયલ કોર્ટમાં કેમ જણાવવામાં ન આવી?

નવી દિલ્હી, તા.૨૦: નિર્ભયા ગેંગરેપ મામલામાં ફાંસીની સજા ફટકારેલા ચારેય દોષિતોમાં સામેલ પવન ગુપ્તાના સગીર હોવાના દાવાવાળી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. પવન ગુપ્તાએ અરજીમાં દાવો કર્યો છે કે ૧૬ ડિસેમ્બ ૨૦૧૨ના રોજ તે સગીર હતો, તેથી તેને ફાંસી ન આપી શકાય. જસ્ટિસ આર. ભાનુમતિની અધ્યક્ષતાવાળી ૩ જજોની બેન્ચે અરજી ફગાવતાં કહ્યું કે, આ મામલાને કેટલીવાર ઉઠાવશો? સગીર હોવાની વાત ટ્રાયલ કોર્ટમાં કેમ જણાવવામાં ન આવી? નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટથી પણ દોષી પવનની અરજી ફગાવ્યા બાદ હવે તેની પાસે કયૂરેટિવ પિટિશન અને રાષ્ટ્રપતિની પાસે પોતાની અરજી મોકલવાનો વિકલ્પ બચ્યો છે.

પવન ગુપ્તાના વકીલ એ.પી. સિંહે કોર્ટમાં ગાયત્રી બાલ સ્કૂલના સર્ટિફિકેટનો ઉલ્લેખ કર્યો. વકીલે કહ્યું કે, આ નવા દસ્તાવેજ છે. દોષી પવનની જન્મતારીખ ૮ ઓકટોબર ૧૯૯૬ છે. અમારી પાસે દસ્તાવેજ વે. પવન અપરાધના સમયે સગીર હતો. તેથી બેન્ચે કહ્યું કે, તમે ટ્રાયલ કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે ઉઠાવી ચૂકયા છે, કેટલીવાર તમે આ મુદ્દો ઉઠાવશો?

જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિ બોપન્નાએ પવનના વકીલ એ.પી. સિંહને પૂછ્યું કે, ૯ જુલાઈ ૨૦૧૮ના રોજ આપની (પવન) અરજી ફગાવી દેવામાં આવી હતી, પરંતુ હવે તમે નવી જાણકારીઓની સાથે કોર્ટમાં કેવી રીતે આવ્યા છો? આ કેવી રીતે મેન્ટેન કરો છો?

નોંધનીય છે કે, દોષી પવન ગુપ્તા તરફથી આ સંબંધમાં દાખલ કરવામાં આવેલી અરજી દિલ્હી હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે દોષી પવનની સગીર હોવાની અરજી ફગાવતાં પવનના વકીલ એ.પી. સિંહ પર ૨૫ હજાર રૂપિયા દંડ ફટકાર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, નિર્ભયા કેસના એક અન્ય આરોપી મુકેશ સિંહની દયા અરજી પહેલા જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી દીધી છે. મૂળે, કયૂરેટિવ પિટિશન ફગાવ્યા બાદ મુકેશે રાષ્ટ્રપતિની પાસે દયા માટે અરજી કરી હતી. હવે તેમની પાસે કોઈ વિકલ્પ નથી બચ્યો.

(3:48 pm IST)