Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

'પરીક્ષા પે ચર્ચા'... પીએમ મોદીએ વિદ્યાર્થીઓને આપ્યા સફળઇતાના મંત્રો

ટેકનોલોજી મિત્ર, તેના ગુલામ ન બનોઃ પરીક્ષાના માર્કસ જ એકમાત્ર જિંદગી નથી

કદી કંઇક બનવાની નહીં પણ કંઇક કરવાના સપના જુઓઃ સુર્યોદર પહેલા વાંચનનું શ્રેષ્ઠઃ મુડ ઓફ થવો જ ન જોઇએઃ નિષ્ફળતાથી ડરો નહીં નિષ્ફળતાથી જ સફળતા મળેઃ અભ્યાસ સાથે અન્ય એક્ટીવીટી જરૂરીઃ ટાઇમ મેનેજમેન્ટ પણ જરૂરી છે

નવી દિલ્હી,તા.૨૦:વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થી અને તેમના વાલીઓનું ટેન્શન દૂર કરવા માટે 'પરીક્ષા પે ચર્ચા'કરી હતી. પીએમે ગયા વર્ષે પણ વિદ્યાર્થીઓ સાથે આ ચર્ચા કરી હતી. દિલ્હીના તાલકટોરા ઇનડોર સ્ટેડિયમમાં આ ચર્ચામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પરીક્ષાના તણાવને દૂર કરવા પર સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં કુલ ૨૦૦૦ સ્ટુડન્ટસ અને શિક્ષક ભાગ લીધો હતો. જેમાંથી ૧૦૫૦ વિદ્યાર્થીઓની નિબંધની હરિફાઇ દ્વારા પસંદગી કરાઇ છે. આ વિદ્યાર્થીઓ સાથે મોદીની પરીક્ષા પે ચર્ચા કરી હતી.

 આ કાયક્રમમાં પીએમ મોદી સંબોધન કરતા કહ્યું કે,ફરી એકવખત તમારો મિત્ર તમારી વચ્ચે છે. હું સૌથી પહેલાં તો ૨૦૨૦ના નવા વર્ષની તમને બધાને ખૂબખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ ૨૦૨૦ નવું વર્ષ નથી પરંતુ આ એક નવો દાયકો છે. આ દાયકો હિન્દુસ્તાન માટે સૌથી અગત્યનો છે. તેનો મતલબ એ થયો કે આ દાયકામાં દેશ જે પણ કરશે તેમાં અત્યારે જે ૧૦-૧૨મા ધોરણના વિદ્યાર્થીઓ છે તેમનું સૌથી વધુ યોગદાન હશે. આ દાયકો નવી ઊંચાઇને સર કરનાર બને, નવા સંકલ્પ, સિદ્ઘિ, અરમાન સાથે આગળ વધે આ બધું જ આ પેઢી પર જ ખૂબ નિર્ભર કરે છે. આથી જ આ દાયકા માટે હું તમને અઢળક શુભકામનાઓ પાઠવું છું.

મોદી બોલ્યા કે અમારે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે પારકી મા કાન વીંધે. એટલે કે દ્યરના કહે એના કરતાં કોઇ પારકું કહે તેની અસર વધુ થાય. એવી જ રીતે કંઇક તમારા મમ્મી-પપ્પા કહે તેના કરતાં હું કહીશ તો તેની અસર થશે.

વિફળતાઓમાં પણ સફળતાની શિક્ષા મેળવી શકાય છે. દરેક પ્રયાસમાં ઉત્સાહ ભરી શકાય છે.ઙ્ગતમે વિફલ થાઓ છો તેનો અર્થ જ છે કે તમે સફળતા તરફ જઈ રહ્યા છો. જો તમે રોકાઈ જાઓ છો તો તમે કયારેય આગળ આવી શકતા નથી. દરેક સ્થિતિમાં મોટિવેશન અને ડિમોટિવેશન કામ કરે છે. પણ સંકલ્પ તમને જીતાડે છે.ઙ્ગલાગણીઓને કઈ રીતે જીવો છો તે તમારી લાઈફ મેનેજ કરે છે. સ્વસ્થ મનથી તમારી વાત આગળ વધારી શકો છો

ઙ્ગજીવનમાં દશક મહત્વનું છે એટલું જ હિંદુસ્તાન માટે પણ મહત્વનું છે. દેશ જે પણ કરશે તેમાં આ સમયે જે ૧૦-૧૨દ્ગક્ન વિદ્યાર્થીઓ છે તેમનું સૌથી વધુ યોગદાન રહેશે. આ દશક મહત્વનું બને અને નવી ઉંચાઈ, સંકલ્પ, સિદ્ઘિ અને અરમાન સાથે આગળ વધે તે આ પેઢી પર નિર્ભર કરે છે. આ દશક માટે અનેક શુભકામનાઓ.

વિદ્યાર્થીઓ અને વડાપ્રધાન વચ્ચે પરીક્ષા અંગેના સીધા સંવાદો થયા હતા.

પ્રથમ સવાલમાં વિદ્યાર્થીઓને ટેકનોલોજી કેટલી મદદરૂપ થઈ શકે ! તેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે ,

ે ટેકનોલોજીનો ભય ન રાખો. તેની સાથે આગળ વધો. બદલાતી ટેકનોલોજીની સાથે આગળ વધો અને ટેકનોલોજીનું જ્ઞાન હોવું જરૂરી છે. ટેકનોલોજીને લઈને તમારા માટે શું જરૂરી છે તે જાણો. તે તમારો સમય બગાડતું તો નથીને તે જાણો. દ્યણા માને છે કે ટેકનોલોજી ચોરી કરી લે છે. સ્માર્ટફોન સમય ચોરે છે. તેમાંથી તમે થોડો સમય કાઢીને તમે પરિવારને આપો. ટેકનોલોજી તમને જકડી રાખે તેનાથી બચવાનું છે. તમારી ઈચ્છા અનુસાર તેનો ઉપયોગ કરો. તેને તમારા પર હાવી ન થવા દો. રેલવે પ્લેટફોર્મની મદદથી ટેકનોલોજીને સમજાવી છે અને સાથે જ વિશ્વાસની વાત પણ કરી. આજની પેઢી દ્યરેથી જ ટેકનોલોજીની મદદથી કામ કરી લે છે. ગૂગલ ગુરુનો ઉપયોગ કરી લે છે.

અન્ય ઉદાહરણમાં તેઓએ કહ્યું કે રોજ ૧૦ નવા શબ્દો અને અર્થ યાદ કરવામાં ટેકનોલોજીનો ઉપયોગ કરો. સમાજ વ્યવસ્થા સાથે જોડાઈને રહેવાથી લાભ થાય છે. સોશ્યલ નેટવર્કિંગ હાલમાં વિકૃતિ બન્યું છે. બર્થડેને ટેકનોલોજી સાથે જોડીને સમજાવી કે જીવન ગુમાવી રહ્યા છે. પણ યોગ્ય રીતે તેનો ઉપયોગ થાય તે જરૂરી છે. જીવનને ટેકનોલોજી સાથે આગળ વધારવાની જરૂર છે. મને ટેકનોલોજી આવડતી નથી પણ મને રસ છે, તો હું લોકોને પૂછું છું કે આ શું છે, કેવી રીતે કામ કરે છે. કયુરીયોસિટી હોય તે સારું છે, સાથીના રૂપમાં આગળ વધારો, જીવનનો ભાગ નહીં.

નક્કી કરો કે ટેકનોલોજી ફ્રી અવર તમારા માટે રાખો. તે સમયે પોતાની સાથે, પેટ સાથે, પરિવાર સાથે, મિત્રો સાથે રહો. દ્યરમાં એક રૂમ એવો રાખો જેમાં ટેકનોલોજી ન હોય. તેમાં ટેકનોલોજીને નો એન્ટ્રી હોય. તમારી અંદરનો જીવ રોબોર્ટ ન બને તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

સારા માર્ક મેળવવા કેટલું ધ્યાન કેન્દ્રિત કરવું, સફળતાનો માપદંડ શું છે?

સતેના જવાબમાં સફળતા અને વિફળતાની સ્થિતિ આવે છે. તે વિશેષ પરીક્ષાના માર્ક તેના આધાર બન્યું છે. મન પણ માકર્સ લાવવા તરફ વળ્યું છે. દરેક પરીક્ષા પેરન્ટ્સ માટે મહત્વની હોય છે. આજે દુનિયા બદલાઈ ચૂકી છે. સંભાવનાઓ વધી છે અને ફકત પરીક્ષાના અંક જીવન નથી. કોઈ પરીક્ષા એક પડાવ છે. તે જ બધું નથી. પેરન્ટ્સ બાળકોને માર્કસ નહીં તો કંઈ નહીં તેવું ન શીખવો. દુનિયા લૂંટાઈ જવાની નથી, અનેક સ્કોપ છે, અનેક ક્ષેત્રો છે જયાં જઈ શકાય છે. ખેડૂત અનુભવથી શીખે છે. તેની પાસે કોઈ નોલેજ નથી. છતાં તે શીખે છે અને આગળ વધે છે. પરીક્ષા જિંદગી છે તે વિચાર બદલવો જોઈએ.

ભણવામાં નબળા હોય અને અન્ય એકિટવિટીમાં આગળ હોય તેમનું ભવિષ્ય શું છે. એકિટવિટી અને ભણવામાં બેલેન્સ કેવી રીતે રાખી શકાય? તેના જવાબમાં

શિક્ષા વ્યવસ્થાથી શિક્ષા મળે તે એક રીતે મોટી દુનિયાનો દરવાજો ખોલવાનો રસ્તો છે. એક શબ્દ , ૨ શબ્દ, ૨ શબ્દ વગેરે પ્રગતિનો રસ્તો છે. શિક્ષા કંઈક કરવા, જાણવા માટે અવસર આપે છે. તેને આધાર બનાવીને આગળ વધવાનું છે. ઉદાહરણ રૂપે સરગમથી સંગીતમાં પ્રવેશ કરી શકાય છે પણ ત્યાંથી આગળ વધવાનું છે. સરગમથી સંગીત આવડી જતું નથી. જિંદગીની કસોટી પર કસાવવું જરૂરી છે. ઓછું બોલવાથી ફાયદો થાય છે. એકસ્ટ્રા એકિટવિટી ન કરો અને રોબોર્ટની જેમ કામ કરો તો રોબોર્ટ બની જશો. દેશનો જવાન રોબોર્ટ બને તેવો નહીં પણ ઉર્જા, સપના, સાહસી હોય તે જરૂરી છે. એકિટવિટીમાં ઉદાસીન ન રહેવું. સમયનું સંતુલન કરવું જરૂરી છે. બંને કામ સાથે મેનેજ કરવા જરૂરી છે. અનેક અવસરો મળી રહ્યા છે. તેને માટે કોશિશ કરશો તો પરિણામ મળશે. એકસ્ટ્રા એકિટવિટી વધારવી. રોજ કંઈને કંઈ એકસ્ટ્રા કરવું. તો ફ્રેશ રહેશો.

એકસ્ટ્રા એકટીવિટી પેરન્ટ્સ માટે ફેશન સ્ટેટમેન્ટ બની છે. આ માટે તેઓ બાળકોને એકટીવિટી કરાવે છે. ગ્લેમર ડ્રીવન એકટીવિટી તમારી પાસે તેઓ કરાવે છે. પેરન્ટ્સ એકઝામની જેમ એકસ્ટ્રા એકટીવિટી માટે પણ પ્રેશર બનાવે છે. કયાં સ્કોપ છે અને બાળકની રૂચિ હોય તે એકિટવિટીમાં બાળકને આગળ વધારવું જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું ટિપ્સ આપી

*          વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોના સંબંધ ખુબ નજીકના હોવા જોઇએ. નાની નાની બાબતો શિક્ષકોને કરવી જોઇએ

*          બાળકો મોટા થાય તો પણ માતા-પિતાને સતત માર્ગદર્શન કરવું જોઇએ. બાળકોને પ્રોત્સાહન રૂરી છે

*          લાઈનમાં ઉભા રહેવા, વિજળી બચાવવાની બાબત પણ શ્રેષ્ઠ નાગરિકના કર્તવ્ય છે

*          ટેકનોલોજી ઉપર નિયંત્રણ કરી સમય બરબાદ કરવાનું સૂચન. ટેકનોલોજીને લાઇફનો હિસ્સો બનવાની તક આપવી જોઇએ નહીં

*          એક્સ્ટ્રા એક્ટિવીટી માટે પણ દબાણ યોગ્ય નથી

*          ચંદ્રયાન વેળા રાત્રે ઉંઘ આવી રહી હતી જેથી વૈજ્ઞાનિકો સાથે વાત કરીને તેમને પ્રેરિત કર્યા હતા

*          નિષ્ફળતાથી પણ સફળતાના મંત્ર મળે છે

*          માત્ર પરીક્ષાના માર્ગ લાઈફ થઇ શકે નહીં

 

(8:09 pm IST)