Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

સંસદ ખરાબ કાયદા બનાવે તો ન્યાયાધિશોને કાયદાના ઘડવૈયા બનવું પડે : પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ હામિદ અન્સારી

સંસદ અને વિધાનસભાઓ માત્ર 'કર્મકાંડ' બની ગયા: સંસદે કરવું જોઇતું કામ ન્યાયધિશોને કરવું પડે છે

નવી દિલ્હી : પૂર્વ ઉપ-રાષ્ટ્રપતિ હામીદ અન્સારીએ આજે કહ્યું હતું કે જ્યારે સંસદમાં ખરાબ કાયદા બને છે તો તેને કાર્ટમાં પડકારવામાં આવે છે જ્યાં ન્યાયધિશોને કાયદાના ઘડવૈયા જેવી કામગીરી કરવી પડે છે.

 અત્રે યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે સારા કાયદા એ વખતે જ બને છે જ્યારે શાસકોના અભિપ્રાય સામેલ કરવા સંસદ કે ધારાસભાઓના ખાસ સત્ર બોલાવવામમાં આવતા નથી.તેમણે અફસોસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આજકાલ તો સંસદ અને વિધાનસભાઓ માત્ર 'કર્મકાંડ' બની ગયા છે.'આપણે ખરાબ કાયદો બનાવતા જ થોડા ક સમયમાં જ તેને હાઇકોર્ટમાં અથવા તો સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવે છે અને જે કામ સંસદે કરવું જોઇતું હતું તે ન્યાયધિશોને કરવું પડે છે'એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે આવા 'દોષ'ને સુધારી શકાય છે.

રાજ્યસભાનાં પૂર્વ ચેરમેને કહ્યું હતું કે અગાઉ વર્ષમાં માત્ર દસ દિવસ માટે મળતી સંસદ હવે ૬૦ દિવસો માટે મળે છે જ્યારે વિદેશોમાં તો સાંસદો ૧૨૦ કે ૧૫૦ દિવસો સુધી ગૃહમાં આવતા હોય છે. કોઇ પણ કાયદા કે નિયમને બનાવવા માટે લાંબા સમય સુધી ચર્ચા કરવી પડે છે, પરંતુ આજે તો સંસદ કે વિધાનસભાઓ માત્ર 'કર્મકાંડ' જેવી જ બની ગઇ છે જ્યાં તમે આવો, મળો, થોડુ બોલો, થોડા દિવસો સુધી રોકાવ અને પછી જતા રહો.

અત્રે યોજાયેલા 'સંસદ ૨૦૨૦' કાર્યક્રમમાં બોલતાં પૂર્વ ઉપ-રાષ્ટ્રપતિએ ભારપૂર્વક કહ્યું હતું કે લોકશાહીમાં લોકોની સંમતી અને તેમના અભિપ્રાય મેળવવા અત્યંત જરૂરી હોય છે. લોકતાત્રિક પધ્ધતીમાં ચર્ચા અને મસલત હમેશા યોગ્ય અને નિષ્પક્ષ તેમજ ખુલ્લી હોવી જોઇએે.

(2:11 pm IST)