Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

ડોકલામ બાદ ફરી ચીની સૈનિકો સામ-સામે: લદ્દાખમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરી કરતાં ભારતીય સૈનિકોએ ખદેડી મૂકયા

ઘેટા-બકરા ચરવા જતા ચરવૈયાઓને આગળ કર્યા પરંતુ ભારતીય જવાનોએ ભગાડી મુક્યા

નવી દિલ્હી : ડોકલામ બાદ એક વખત ફરીથી ચીની સૈનિકો સામ-સામે આવી ગયા છે. આ સ્થિતિ ચીની સૈનિકોની ઘૂસણખોરી બાદ સામે આવી છે. આ ઘૂસણખોરી ચીની સૈનિકોએ લદ્દાખમાં કરી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં ડિસેમ્બરના છેલ્લાં સપ્તાહમાં થયેલી આ ઘૂસણખોરીને લઇ ચીની સેનાએ નવી ટ્રિક અપનાવી છે. આ વખતે તેમણે ભારતીય વિસ્તારમાં પોતાના ઘેટા-બકરા ચરવા જતા ચરવૈયાઓને આગળ કર્યા છે. પરંતુ ભારતીય સૈનિકોએ આ ચરવૈયાઓ અને તેમની સેનાને ખદેડી મૂકયા છે.

કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં ચીનને અડીને આવેલી સરહદ એટલે કે લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર ચીની સેનાએ ઘૂસણખોરી કરી છે. લદ્દાખના ચતુર વિસ્તારમાં ચીની સૈનિકોએ આ ઘૂસણખોરી કરાવી છે. તેના માટે તેમણે પોતાના ચરવૈયાઓને ઘેટા-બકરાની સાથે ભારતીય સરહદમાં જવા દીધા.

ચીની વિસ્તારના ચરવૈયા ભારતીય વિસ્તારના ચરવૈયાઓને માત્ર આ વિસ્તારમાં આવવા પર જ નારાજગી વ્યક્ત કરી રહ્યા નથી પરંતુ ખુદ ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરી કરી રહ્યા છે. આ ચરવૈયાઓને ચીની સૈનિક મદદ કરે છે.

(1:40 pm IST)