Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

છતીસગઢમાં એન્કાઉન્ટરઃ મહિલા નકસલવાદી ઠારઃ ઓપરેશન ચાલુ

છતીસગઢના બીજપુરમાં આજે સોમવારે સવારે સુરક્ષા દળો અને નકસલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયેલ. બાસલગુડા પોલીસ સ્ટેશન વિસ્તાર ટેકલગુડા નજીક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક મહિલા નકસલવાદીની હત્યા કરી દીધી છે.  તેની પાસેથી ૩ રાઇફલો મળી આવી છે.  હાલમાં સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

(1:03 pm IST)