Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

મધ્ય પ્રદેશમાં CAA ના સમર્થનમાં પ્રદર્શન વેળાએ ભાજપ નેતાને મહિલા કલેકટરે ચોડી દીધો લાફો

ત્રિરંગા યાત્રા વેળાએ ભાજપના કાર્યકર્તાઓ અને તંત્ર વચ્ચે ઘર્ષણ

ભોપાલ : મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં સંશોધિત નાગરિકતા કાયદો (CAA) ના સમર્થનમાં તિરંગા યાત્રા નિકાળી રહેલા ભાજપના કાર્યકર્તાઓ અને તંત્ર વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું.

 રાજગઢના કલેકટર નિધિ નિવેદિતાએ ધારા 144 લાગૂ લાગૂ હોવાના કારણે ભાજપના કાર્યકર્તાના પ્રદર્શનને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ માન્યા નહીં. આ દરમિયાન કલેકટર અને કાર્યકર્તાઓ વચ્ચે તીખી ચર્ચા જોવા મળી અને કલેકટરે એક નેતાને લાફો મારી દીધો હતો .

 આ વચ્ચે વિવાદ વધતો ગયો અને પોલીસની સાથે-સાથે કલેકટર પણ ભાજપના કાર્યકર્તાઓને નિયંત્રિત કરવા માટે ઘણો સંઘર્ષ કરતા જોવા મળ્યાં હતા પરિસ્થિતિ વણસતાં પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો જેમાં બે કાર્યકર્તાઓ ઘાયલ થયા.

(12:28 pm IST)