Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

લાંબા સમયથી બંધ લોકર ખોલવા બેંકને સત્તા

રિઝર્વ બેંકે વિવિધ બેંકોને આપ્યા અધિકાર : વર્ષમાં ઓછામાં ઓછું એક વખત લોકર ખોલવું જરૂરી

કાનપુર,તા.૨૦: બેંક લોકર અંગે રીઝર્વ બેંક ઇન્ડિયાએ બેંકોને કેટલાક અધિકારો આપ્યા છે.હવે લાંબા સમય સુધી લોકર ન ખોલવા પર બેંકને તેને ખોલવાનો અધિકાર હશે. લાવારિસ લોકરોની વધતી સંખ્યાને જોઇને બેંક તેની માંગને લાંબા સમયથી કરી રહ્યા હતા. એકલા કાનપુરમાં જ ૫૭૦૦થી વધુ લોકરો વિવિધ બેંક શાખાઓમાં વર્ષોથી બંધ છે.

ગ્રાહકો માટે એક વર્ષમાં ઓછામાં ઓછા એક વાર બેંક લોકર ખોલવાનું જરૂરી કરી દીધું છે જો આવુ નહિ તો બેંક તેને ખોલી શકે છે. અને જોઇ શકે છે કે તેમા શું રાખવામાં  આવ્યું છે.

બેંકોએ લોકરને ત્રણ શ્રેણીએ ફાળવણી કરી છે. આ શ્રેણીઓ ખતરાના આધાર પર તૈયાર કરવામાં આવી છે. પ્રથમ છે ઓછી ખતરાની શ્રેણી તેમાં એક વર્ષ સુધી લોકર ન ખોલવાવાળા ગ્રાહકોને રાખવામાં આવશે. આ ગ્રાહકોને બેંક અવસર આપશે કે લોકર ખોલે પરંતુ બેંકોમાં વિવેક પર નિર્ભર કરશે.

બીજી શ્રેણી મધ્યમ ખતરાવાળી શ્રેણી તેમાં બેંકો નોટિસ મોકલશે. જેમાં બેંકો કહેશે બે લોકર ખોલવામાં આવે અથવા તેનું સરન્ડર કરવામાં આવે લાંબા સમય સુધી લોકર કેમ ખોલ્યુ નથી તેનો લેખિતમાં જવાબ આપવો પડશે. જો જવાબથી બેંક સંતુષ્ટ થશે તો લોકર ખોલવાનો એક મોકો આપશે.જો બેંક સંતુષ્ટ નથી તો અથવા મળ્યો નહિ તો બેંક તમારો અધિકાર ખત્મ કરી દેશે. આ લોકર બીજા ગ્રાહકને અપાશે.

તેમાં ત્રણ વર્ષથી વધુ સમય સુધી લોકર ન ખોલતા ગ્રાહકોની યાદી રખાશે અને તપાસ બાદ કાયદાકીય પ્રક્રિયા બાદ જ લોકર ખોલવાની સંમતિ અપાશે. ત્રણ શ્રેણીમાંથી બેંકોની પાસે તે લોકર ખોલવાનો અધિકારો રહેશે.

લોકરમાં રાખવામાં આવેલી વસ્તુઓની કોઇ જવાબદારી લેશે નહિ. કારણે કે આ વાતની જાણકારી હશે નહિ કે લોકરમાં શુ રાખવામાં આવ્યું છે. કેટલીક કંપનીઓ લોકર વીમો કરે છે.

કંપનીઓ બેંકના લોકરમાં રાખવામાં આવતી કિંમતી વસ્તુઓના દુર્ઘટનાવશ ગુમાવવા ચોરી કરવા, બેંક કર્મચારીઓ દ્વારા બેઇમાની કરવા અને આંતકી ઘટનાઓ માં નષ્ટ થવાનું કવર આપે છે

(11:40 am IST)