Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

પ્રયાગરાજમાં કુંભમેળાના કારણે ઉત્તરપ્રદેશને 1,20 લાખ કરોડની થશે ટેક્સની આવક :છ લાખ લોકોને મળશે

યુપી સરકારે 50 દિવસના કુંભમેળામાં 4200 કરોડનો કર્યો છે ખર્ચ

પ્રયાગરાજ : પ્રયાગરાજમાં આગામી 4 માર્ચ સુધી ચાલનારા કુભ મેળા પાછળ મોટો ખર્ચ કરવામાં આવ્યો છે, આ તરફ ઇન્ડસ્ટ્રીયલ બોડી કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટીર (CII)એ કહ્યું કે, આ આયોજનથી ઉત્તરપ્રદેશ માટે 1.20 લાખ કરોડ રૂપિયાની ટેક્સની આવક પેદા થશે.

  સીઆઇઆઇનાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, કુંભ એક આધ્યાત્મીક અને ધાર્મિક આયોજન છે, પરંતુ તેની સાથે જોડાયેલી આર્થિક ગતિવિધિઓનાં કારણે 6 લાખ લોકોને રોજગાર પણ પ્રાપ્ત થશે. ઉત્તરપ્રદેશ સરકારનાં 50 દિવસના કુભ મેળામાં 4200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે 2013ના કુંભ મેળાની તુલનાએ 3 ગણો વધારે ખર્ચ છે. 

   સીઆઇઆઇનાં અભ્યાસ મુજબ હોસ્પિટલિટી સેક્ટરમાં 2.5 લાખ લોકોને રોજગાર મળશે. એરલાઇન્સ અને એરપોર્ટ પર આશરે 1.5 લાખ લોકો માટે તક પેદા થશે. ઉપરાંત ટૂર ઓપરેટર્સ 45 હજાર લોકોને કામ પર રાખશે. ઇકો ટૂરીઝમ અને મેડિકલ ટુરીઝમમાં 85 હજાર નોકરીઓનું સર્જન થશે. ટુર ગાઇડ્સ, ટેક્સી ડ્રાઇવર્સ, અસંગઠીત ક્ષેત્રમાં 50 હજારથી વધારે નોકરીઓ પેદા થશે. આ ઉપરાંત સરકારી એજન્સીઓ અને વેપારીઓની કમાણમાં પણ વધારો થશે.

(12:04 pm IST)