Gujarati News

Gujarati News

News of Sunday, 20th January 2019

રાજકીય બદલો લેવા કાર્યવાહી થતી હોવાની વિજય માલ્યાની દલીલ કોર્ટે ફગાવી : કહ્યું એ કાલ્પનિક વાર્તાથી વિશેષ કશું નથી

કોર્ટે કહ્યુ હતુ કે માલ્યાના આ નિવેદનના સમર્થનમાં કોઈ પૂરાવા નથી.

નવી દિલ્હી :સરકારી બેંકોના હજારો કરોડો રુપિયા નહી ચુકવીને બ્રિટન ભાગી જનારા ઉદ્યોગપતિ માલ્યાને કોર્ટે ફટકાર લગાવી છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ કોર્ટ દ્વારા 5 જાન્યુઆરીએ માલ્યાને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યો હતો.માલ્યા પર જજે કહ્યુ છે કે ભારત સરકારે રાજકીય બદલો લેવા માટે ગુનેગાર બતાવીને તપાસ શરુ કરી હોવાની દલીલ માલ્યાએ કરી છે.જોકે આ દલીલ ભારતથી ભાગીને બ્રિટનમાં રહેવા માટે પૂરતી નથી.

  કોર્ટે કહ્યુ હતુ કે માલ્યાના આ નિવેદનના સમર્થનમાં કોઈ પૂરાવા નથી.માલ્યાએ પોતે કાયદાનુ પાલન કરવા માંગતો નાગરિક હોવાનુ દેખાડવા માટે આ દલીલ કરી છે અને તે કાલ્પનિક વાર્તાથી વિશેષ કશું નથી .માલ્યાએ 2 માર્ચે દેશ છોડ્યો હતો અને તે જ દિવસે સીબીઆઈ અને ઈડીએ કેસ કર્યો હતો.માલ્યાએ તે વખતે દાવો કર્યો હતો કે હું જીનેવામાં મોટર સ્પોર્ટસ મિટિંગમાં ભાગ લેવા માટે ગયો હતો પણ જો તે અગાઉથી નક્કી થયેલા કાર્યક્રમ પ્રમાણે ભાગ લેવા માટે ગયો હતો તો તેણે સત્તાધીશોને પાછા આવવાની તારીખ અંગે પણ જાણકારી આપી હોત

(5:04 pm IST)