Gujarati News

Gujarati News

News of Sunday, 20th January 2019

દેશનું વિદેશી હૂંડિયામણ અનામત વધીને 297.35 અબજ ડોલરે પહોંચ્યું

એફસીએસની સાથે સોનાના ભાવ પણ રેકોર્ડ લેવલે પહોંચતા અનામત મૂલ્યમાં વધારો

નવી દિલ્હી :ઈક્વિટી માર્કેટની સાથે ડેટ માર્કેટની રિકવરીને પગલે દેશના વિદેશી હૂંડિયામણ અનામતમાં છેલ્લા કેટલાક સપ્તાહથી એકતરફી વધારો જ જોવા મળી રહ્યો છે. ૧૧મી જાન્યુઆરીના રોજ પુરા થતા સપ્તાહે દેશનું ફોરેક્સ રીઝર્વ ૧.૨૬૭ અબજ ડોલર વધીને ૩૯૭.૩૫૧ અબજ ડોલરના લેવલે પહોંચ્યું છે. એફસીએસની સાથે સોનાના ભાવ પણ રેકોર્ડ લેવલે પહોંચતા અનામત મૂલ્યમાં વધારો જોવા મળી રહ્યો છે. તેના અગાઉના સપ્તાહે દેશના વિદેશી હૂંડિયામણ અનામત ૨.૬૮ અબજ ડોલરના વધારા સાથે ૩૯૬.૦૮૪ અબજ ડોલર પર પહોંચ્યું છે.

 ફોરેન કરન્સી એસેટ, જે દેશના ફોરેન એક્સચેન્જ રીઝર્વમાં મહત્વનો ભાગ ભજવે છે. એફસીએ ૧.૦૮૭ અબજ ડોલર વધીને ૩૭૧.૩૭૯ અબજ ડોલર પહોંચ્યું છે, તેમ આરબીઆઈએ જણાવ્યું હતુ. યુએસ ડોલરની સાથે અન્ય દેશની કરન્સીના મૂલ્યમાં થયેલ વધારા-ઘટાડાની અસર પણ FCA થકી કુલ ફોરેન એક્સચેન્જ પર પડે છે. એકસમયે એફસીએ ૪૦૦ અબજ ડોલરના લેવલને અને કુલ વિદેશી મુદ્રા ભંડાર ૪૨૫ અબજ ડોલરના ઓલટાઈમ હાઇ લેવલે જોવા મળ્યું હતુ. ૮મી સપ્ટેમ્બર, ૨૦૧૭ના વીકમાં ફોરેક્સ રીઝર્વે ૪૦૦ અબજ ડોલરનું લેવલ ક્રોસ કર્યું હતુ અને ૧૩મી એપ્રિલના સપ્તાહે ૪૨૬.૦૨૮ અબજ ડોલરના સર્વકાલિન ઉચ્ચતમ સ્તરને હાંસલ કર્યું હતુ.

   રૂપિયાના ઘટાડાને ડામવા માટે મધ્યસ્થ બેંક ડોલરની એકતરફી વેચવાલી કરતી જોવા મફ્રી છે. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ પાંચ માસમાં સેન્ટ્રલ બેંકે રૂપિયાને ડોલરની સામે ટકાવવા ૩૪ અબજ ડોલરનું વેચાણ કર્યું છે. આરબીઆઈએ જણાવ્યું કે સોનાના રીઝર્વનું મૂલ્ય ૧૫.૪૪ કરોડ વધ્યું છે અને તે ૨૧.૮૪૪ અબજ ડોલર રહ્યું છે. એક દશકના લાંબાગાળા બાદ આ વર્ષે આરબીઆઈએ સોનામાં ફરી ખરીદી શરૂ કરી છે. જુન, ૨૦૧૮માં પુરા થતા વર્ષે આરબીઆઈએ ૮.૪૬ મેટ્રિક ટન ગોલ્ડની ખરીદી કરી છે. દેશની બેંકિંગ રેગ્યુલેટરી પાસે હાલ ૫૬૬.૨૩ ટન સોનાનું રીઝર્વ છે. આઈએમએફ પાસે રહેલ સ્પેશયલ ડ્રોઈંગ રાઈટ્સ ૯૦ લાખ ડોલર વધીને ૧.૪૭૧ અબજ ડોલરના સ્તરે રહ્યું છે.

(4:58 pm IST)