Gujarati News

Gujarati News

News of Sunday, 20th January 2019

લાર્સન એન્ડ ટુબ્રોની 9000 કરોડની શેર-બાયબેક ઓફરને ફગાવી દેતું સેબી

મુંબઈ :લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડની રૂ.૯૦૦૦ કરોડની શેરોના બાયબેકની ઓફરને મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી)એ ફગાવી દીધી છે. સેબીએ એક પત્રમાં જણાવ્યું છે કે, કંપનીનું એક્ત્રિત સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ દેવંન બાયબેક (સંપૂર્ણ સ્વીકારવામાં આવવાના અંદાજ મુજબ) બાદ વધીને કંપનીની ભરપાઈ મૂડી અને ફ્રી-રિઝર્વના બમણાથી વધુ થઈ જશે. કંપની ધારા, ૨૦૧૩ની કલમ ૬૮(૨) અને સેબી(સિક્યુરિટીઝના બાયબેક)ના રેગ્યુલેશન્સ,૨૦૧૮ના રેગ્યુલેશન ૪(ટુ) મુજબ સુસંગત નહી હોવાની જણાવીને આ બાયબેક ઓફરમાં આગળ નહીં વધવાની સલાહ સેબીએ આપી છે. એલ એન્ડ ટી દ્વારા આ વિશે શેરબજારોને શનિવારે જાણ કરવામાં આવી છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે સૂચિત બાયબેક શેરધારકો પાસેથી ૬.૧૦ કરોડ શેર બાયબેક કરવાની હતી અને એના માટે રેકોર્ડ તારીખ ૧૫,ઓકટોબર ૨૦૧૮ હતી, આ ઓફર કંપનીના સ્ટેન્ડએલોન ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટસના ધોરણે ડેટ-ઈક્વિટી રેશીયોની જરૂરીયાત ધ્યાનમાં લઈને પ્રપોર્શનેટ ધોરણે શેર દીઠ રૂ.૧૪૭૫ ભાવે કરાઈ હતી. આ બાયબેક ગ્લોબલ ડિપોઝિટરી શેરધારકોને પણ જો તેઓ ડિપોઝિટરીઝને એ જ તારીખ દ્વારા ઈક્વિટી શેરોમાં કન્વર્ટ કરે તો એમને પણ ઉપલબ્ધ કરાઈ હતી.

   લાર્સન એન્ડ ટુબ્રોના મોટા શેરધારકોમાં ૫૭ મ્યુચ્યુઅલ ફંડો પાસે ૧૪.૮૭ ટકા, ૮૧૯ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો પાસે ૧૮.૯૩ ટકા, ૫૭ નાણા સંસ્થાઓ પાસે ૧.૯૪ ટકા હોલ્ડિંગ છે અને ૯.૬૬ લાખ નાના રોકાણકારો પાસે ૧૯.૬૭ ટકા અને ૫૮ હાઈ નેટવર્થ વ્યક્તિઓ પાસે ૨.૧૮ ટકા હોલ્ડિંગ છે. કંપનીમાં સરકાર પાસે ૧.૮ ટકા હોલ્ડિંગયુનિટ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાના સ્પેશિફાઈડ અન્ડરટેઈકિંગ થકી છે

(4:59 pm IST)