Gujarati News

Gujarati News

News of Sunday, 20th January 2019

પાકિસ્‍તાન ભારત સાથે ટીખળ કરવા વધુ શસ્‍ત્રો-દારૂ ગોળો ખરીદવાની ફિરાકમાં : ખતરનાક ષડયંત્ર ખુલ્‍યુ

નવી દિલ્હી: પાકિસ્તાનના ગેરકાયદે કબ્જેવાળા કાશ્મીરને અડીને આવેલી લાઈન ઓફ કંટ્રોલ નજીક તહેનાત ભારતીય સેનાની જવાબી કાર્યવાહીથી પરેશાન પાકિસ્તાની સેના વિપુલ પ્રમાણમાં હથિયાર અને ગોળાબારૂદ ખરીદવાની તૈયારીમાં છે. પાકિસ્તાને પોતાની હોવિત્ઝર તોપો માટે ઈટાલી સાથે લગભગ એક લાખ ગોળાની ખરીદીની ડીલ કરી છે. ગુપ્તચર એજન્સીના રિપોર્ટ મુજબ ઈટાલી આ ગોળાબારૂદ બહુ જલદી પાકિસ્તાનને આપશે તેવી ખાતરી પણ આપી છે.

પાકિસ્તાને ભારતને અમેરિકા પાસેથી મળી રહેલા M 777ની સરખામણી કરવા માટે ઈટાલીથી 121 નવી હોવિત્ઝર તોપો પણ ખરીદી છે. જેમાંથી મોટાભાગની હોવિત્ઝર તોપ પાકિસ્તાની સેનાને મળી ગઈ છે. જ્યારે ભારતે જે 145 M177 હોવિત્ઝર તોપની ડીલ કરી છે તેમાંથી અત્યાર સુધીમાં માત્ર 2 તોપ જ મળી છે. ગુપ્તચર એજન્સીઓ તે માહિતી મેળવવામાં લાગી છે કે આખરે પાકિસ્તાની સેના ઈટાલી પાસેથી એક લાખ ગોળા ખરીદી રહી છે તેની પાછળ કારણ શું છે?

કેન્દ્રીય સુરક્ષામાં તહેનાત એક અધિકારીના જણાવ્યાં મુજબ અમારી એજન્સીઓ એ માહિતી મેળવવામાં લાગી છે કે આખરે પાકિસ્તાન ઈટાલી પાસેથી આટલા એક લાખ જેટલા ગોળા કેમ ખરીદી રહ્યું છે અને તે તેનો ઉપયોગ કયા કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. આમ જોવા જઈએ તો જ્યારે ભારત સરકારે અમેરિકા પાસેથી 145 M177 હોવિત્ઝર તોપ ખરીદવા માટે લીલી ઝંડી આપી તો પાકિસ્તાને ઈટાલી પાસેથી 121 હોવિત્ઝર તોપ ખરીદી લીધી. આવામાં પાકિસ્તાન ભારત વિરુદ્ધ પોતાની તૈયારીઓમાં કોઈ કસર બાકી રાખવા માંગતુ નથી. ભારતની ધીમી રક્ષા ડીલની વિપરિત પાકિસ્તાન ઝડપથી પોતાની સેનાને અત્યાધુનિક સાધનસામગ્રી ઉપલબ્ધ  કરાવી રહ્યું છે. જો કે આ બાબતના જાણકારો એ વાતથી પણ ચોંક્યા છે કે આખરે પાકિસ્તાની સેના ચીનની જગ્યાએ ઈટાલી પાસેથી હોવિત્ઝર તોપ કેમ ખરીદી રહી છે.

(1:18 pm IST)