Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

લોકપાલની નિયુક્તિમાં વિલંબથી અન્ના હજારે ભારે નારાજ:30મીથી કરશે ઉપવાસ આંદોલન

સરકાર લોકપાલ અને લોકાયુક્ત કાનૂન 2013ને લાગુ કરવામાં બહાના બતાવે છે :બંધારણીય સંગઠનો પર ધ્યાન આપતી નથી

 

હૈદરાબાદ :સામાજિક કાર્યકર્તા અન્ના હજારેએ કહ્યું કે કેન્દ્રમાં લોકપાલની નિયુક્તિમાં વિલંબને લઈને તેઓ વડપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકાર વિરુદ્ધ તેના ગામમાં 30 જાન્યુઆરીથી ઉપવાસ શરૂ કરશે અન્ના હજારેએ આરોપ લગાવ્યો કે સરકાર લોકપાલ અને લોકાયુક્ત કાનૂન 2013ને લાગુ કરવામાં બહાના બતાવે છે અને બંધારણીય સંગઠનો પર ધ્યાન આપતી નથી

   અન્ના હજારેએ કહ્યું કે 2011માં સમગ્ર દેશ રાજ્યોમાં લોકપાલ અને લોકાયુકતોની નિયુક્તિ માટે મહેનત કરી હતી ત્યારબાદ લોકપાલ ખરડો પસાર થયો હતો

   તેઓએ કહ્યું કે ડિસેમ્બર-2013માં કાનૂન બનાવાયો અને મોદીજીએ 2014માં સરકાર બનાવી, ત્યારે એવું લાગ્યું હતું કે મોદીજી લોકપાલ અને લોકાયુક્તની નિયુક્તિ કરશે અને દેશમાં ભ્રષ્ટ્રાચાર પર અંકુશ લગાવશે પરંતુ તેવું થયું નથી

(12:13 am IST)