Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

તોગડિયાને હદ પ્રમાણે વેતરાશે? સરકાર વિરૂધ્ધ બોલવાની મળશે સજા? સંઘ લાલઘુમઃ કાપશે પત્તુ

વિહિપના નેતા ડો. તોગડિયા લડી રહ્યા છે અસ્તિત્વની લડાઇ

નવી દિલ્હી તા. ૨૦ : વિશ્વ હિન્દુ પરીષદના કાર્યકારી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડિયા અને ભારતીય મજુર સંઘના મહાસચિવ બ્રજેશ ઉપાધ્યાયનું મોદી સરકાર અને ભાજપ પર આકરા પ્રહારો કરવા એ સંઘને પચ્યું નથી. સંઘ પ્રવિણ તોગડિયા અને બ્રજેશ ઉપાધ્યાયને તેના પદોને હટાવાના તૈયારીમાં લાગ્યા છે. આ ઉપરાંત વીએચપીના ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ રાઘવ રેડ્ડી પણ સંઘની લિસ્ટમાં સામેલ છે.

સૂત્રોના કહ્યા મુજબ આ ત્રણેય નેતાની કાર્યપ્રણાલીથી સરકારને શર્મિંદગી ઉઠાવી પડી છે અને આ કારણે સંઘના વરિષ્ઠ નેતૃત્વ તેનાથી નાખુશ છે એ પણ માનવામાં આવી રહ્યું છે કે, આ બે સંગઠનોના કાર્યકર્તાઓ વિશાળ નેટવર્કનો ઉપયોગ પણ સંઘની વિચારધારાના પ્રસાર માટે કરવામાં આવી રહ્યું નથી. આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ ફેબ્રુઆરીના અંત સુધીમાં વીએચપીની કાર્યકારી બેઠક આયોજીત કરવામાં આવશે. સંઘ ત્યાં રેડ્ડી, તોગડિયાને તેના સમર્થકો સહિતને હટાવીને નવા અધ્યક્ષની પસંદગીના પ્રયત્નો કરશે. સૂત્રોના કહ્યા મુજબ આરએસએસ એવા લોકોને હટાવાનું મન બનાવી ચુકયું છે જેને ભાજપ સરકાર અથવા પીએમ મોદી વિરૂધ્ધ મોરચો ખોલ્યો હોય. સંઘ ઇચ્છે છે કે, તેઓની સાથે જોડાયેલા સંગઠનો કેન્દ્ર સરકારની સાથે ટકરાવથી બચે અને મતભેદોને શાંતિપૂર્ણ રીતે નીપટાવે. હાલમાં વીએચપી નેતા તોગડિયાના મોદી અને ભાજપ સરકાર પર હુમલાવર થવાનું એ સમજને વધુ મબૂત બનાવાનું કામ કર્યું છે. આ ઉપરાંત ગુજરાતના પાટીદાર અનામત આંદોલનના સંગઠનના કેટલાક પદાધિકારીઓની સંડોવણી મનાઇ રહી છે. સંઘે વીએચપીની છેલ્લી કાર્યકારી બેઠકમાં નેતૃત્વ પરિવર્તનના પ્રયત્નો કર્યા હતા.(૨૧.૨૬)

(3:55 pm IST)