Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

દલાલ સ્ટ્રીટની માંગણી પર ધ્યાન અપાય તેવી શક્યતા

કલમ ૮૮ હેઠળ રાહત આપવા માટેની પણ માંગ : બેંક ફંડિંગ તેમજ તેના વિસ્તરણની યોજનાને ટેકો મળશે

નવી દિલ્હી,તા. ૨૦  : સામાન્ય બજેટ અડે હવે વધારે દિવસો રહ્યા નથી ત્યારે તમામ દ્વારા પોત પોતાની રજૂઆત કરવાનો સિલસિલો જારી રહ્યો છે. પહેલી ફેબ્રુઆરીના દિવસે સામાન્ય બજેટ રજૂ કરવામા ંઆવનાર છે ત્યારે દલાલ સ્ટ્રીટ દ્વારા પણ પોતાની રજૂઆત કરી દેવામાં આવી છે. દલાલ સ્ટ્રીટે હવે ફરી કેટલીક માંગણી દોહરાવી છે. દલાલ સ્ટ્રીટ સાથે જોડાયેલા નિષ્ણાંતોનુ કહેવુ છે કે  બેંક ફંડિગને લઇને સરળતા પડે તે દિશામાં પહેલ કરવામાં આવે તે જરૂરી છે.  સાથે સાથે તેના વિસ્તૃતીકરણના કાર્યક્રમને પણ વેગ મળે તે જરૂરી છે.  નાણાં પ્રધાન અરૂણ જેટલીને બજેટ પહેલા જુદી જુદી માંગણી મળી રહી છે. નિષ્ણાંતો કહે છે કે શેરબજારમાં નોકરીની વધારે તકો સર્જાય તે દિશામાં પહેલ કરવા માટે માંગણી કરવામાં આવી રહી છે.  સાથે સાથે અર્થતંત્રમાં શેરબજારની ભૂમિકા વધારે મજબુત બનશે. ફોરમે અન્ય કેટલીક રજૂઆતો પણ કરી છે. ભારતીય મુડી બજાર ઇન્ફ્રાસ્ટકચરને વિશ્વના સૌથી મોટા પૈકીના એક તરીકે ગણવામાં આવે છે. દલાલ સ્ટ્રીટ પર ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી શેરબજારમાં ભારે અફડાતરફી જોવા મવી રહી છે. બીએસઇ અને નેશનલ સ્ટોક એક્સચેંજ સમક્ષ  ૧૪૦૦થી વધારે  બ્રોકર નોંધાયેલા છે. આવી જ રીતે આશરે ૫૦૦૦૦ નોંધાયેલા સબ બ્રોકરો છે. ફોરમે દાવો કર્યો છે કે ઇન્ડસ્ટ્રીઝ દરજ્જાની માંગ છેલ્લા  કેટલાક સમયથી રહેલી છે. બે દશક જુના ફોરમ તરફથી કેટલીક માંગણી કરવામાં આવી છે. ફોરમમાં  આશરે ૮૫૦ સભ્યો રહેલા છે. આવકવેરા કાયદાની જુદી જુદી કલમો સાથે સંબંધિત અન્ય માંગ પણ રહેલી છે. જેમાં સેક્શન ૮૮ ઇ હેઠળ રાહત ફરી શરૂ કરવાની માંગ સામેલ છે. રોકાણકારો પણ બોજ ઘટે તેવા પગલા લેવાની માંગ પણ કરવામાં આવીછે. બજેટમાં તેમની કેટલીક માંગ સ્વીકારવામાં આવે છે અને કેટલી માંગ સ્વીકારાશે નહી તે અંગે માહિતી બજેટ બાદ મળી શકશે. જેટલી વર્તમાન સરકારનુ અંતિમ ફુલ બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે.

દલાલ સ્ટ્રીટની માંગ....

*     દલાલ સ્ટ્રીટ દ્વારા ઇન્ડસ્ટ્રી દરજ્જાની માંગ કરવામાં આવી

*     બેંકિંગ ફંડિંગ વધુ સરળરીતે મળે તે માટે પગલા લેવા સૂચન

*     બીએસઈ અને એમએસઈમાં નોંધાયેલા ૧૪૦૦ બ્રોકરો સાથે બનેલા ફોરમ દ્વારા બજેટ પહેલા પોતાની રજૂઆત કરવામાં આવી

*     ઇન્કમ ટેક્સ કાયદા સાથે સંબંધિત જુદી જુદી માંગણીઓ પણ કરવામાં આવી

*     કલમ ૮૮ઇ હેઠળ રાહતો આપવાની દલાલ સ્ટ્રીટની માંગ

*     કલમ ૭૩ હેઠળ સિક્યુરિટી ટ્રાન્ઝીક્શનોને વધારે મહત્વ આપવા રજૂઆત

*     પહેલી  ફેબ્રુઆરીના દિવસે અરુણ જેટલી બજેટ રજૂ કરે તે પહેલા તેમની માંગણી તરફ ધ્યાન આપવા ૧૦ લાખ લોકોને રોજગારી આપનાર દ્વારા જોરદાર રજૂઆત

*     બજેટમાં શેરબજારની માંગણીઓને મહત્વ અપાશે

શેરબજારમાં લાખો લોકો જોબ ધરાવે છે

બે દશક જુના ફોરમની રજૂઆત

        નવી દિલ્હી,તા. ૨૦ : બીએસઈ અને એનએસઈ સાથે નોંધાયેલા ૧૪૦૦૦ બ્રોકરો બજેટને લઇને આશાવાદી છે. આમા ૫૦૦૦૦ રજિસ્ટર્ડ સબ બ્રોકરો પણ રહેલા છે. દલાલ સ્ટ્રીટ દ્વારા અર્થતંત્રમાં ૧૦ લાખ લોકોને રોજગારી આપવામાં આવી છે.  ઇન્ડસ્ટ્રી દરજ્જો મળવાથી અન્ય ઘણી બધી રાહતો શેરબજારને મળી શકે છે. બે દશક જુના બ્રોકર્સ ફોરમમાં ૮૫૦ સભ્યો રહેલા છે તેમના દ્વારા વિવિધ માંગણીઓમાં એક માંગ ઇન્ડસ્ટ્રી સ્ટેટસની પણ છે. શેરબજાર સાથે જોડાયેલા લોકો બજેટને લઇને આશાવાદી બનેલા છે. કારણ કે વર્તમાન સરકાર હવે આ અવધિ માટે અંતિમ બજેટ રજૂ કરવા જઇ રહી છે. ગુજરાતમાં ઓછા માર્જિનથી જીત મળ્યા બાદ મોદી સરકાર માટે પણ કેટલાક પરિબળો જટિલ દેખાઇ રહ્યા છે. કારણ કે કેટલાક સમુદાય નારાજ પણ છે.

 

(11:55 am IST)