Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

લાભનું પદ 'આપ'ના ધારાસભ્યો ગેરલાયક ઠરતા હવે શું થશે ? જબરી ઉત્સુકતા

નવી દિલ્હી : ચૂંટણી પંચે આપના ર૦ ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરતા હવે અનેક અટકળો શરૂ થઇ છેઃ ર૦ ધારાસભ્યોને અયોગ્ય થવાથી બચાવવા માટે હાઇકોર્ટથી લઇને સુપ્રિમ કોર્ટ સુધી લડાઇ લડવાની તૈયારી થઇ રહી છે તો ભાજપ અને કોંગ્રેસ રાજકીય ફાયદો લેવાની તૈયારીમાં છેઃ સૌએ પોતાના રાજકીય નફા-નુકસાનની ગણતરી શરૂ કરી છેઃ ચૂંટણી પંચની ભલામણો પર જો રાષ્ટ્રપતિની મહોર લાગી જાય તો આ ર૦ ધારાસભ્યોનું સભ્ય પદ રદ થઇ જાય તો આવી સ્થિતિમાં પણ આપ ની સરકાર ચાલુ રહેશેઃ ૭૦ સભ્યોની વિધાનસભામાં 'આપ'ના ૬૬ ધારાસભ્યો છેઃ જયારે ભાજપના ૪ સભ્યો છેઃ ર૦ સભ્યો હટી જાય તો પણ આપ ના ૪૬ ધારાસભ્યો રહે અને જે બહુમતીથી વધુ છેઃ જયાં સુધી ર૦ બેઠક પર પેટાચૂંટણી ન થાય ત્યાં સુધી પ૦ સભ્યોવાળી વિધાનસભામાં આપ પ્રચંડ બહુમતીમાં રહેશેઃ પેટાચૂંટણીના પરિણામો પણ ગમે તે રહે પરંતુ આપ ની સરકારને કોઇ ખતરો નથીઃ કેટલાકનું કહેવુ છે કે શું દિલ્હીમાં વહેલી ચૂંટણી આવશે ? આપના નેતાઓનુ કહેવુ છે કે લાંબી કાનૂની લડાઇ લડવામાં આવશેઃ હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટ તો છે જ ઉપરાંત બીજા વિકલ્પો પણ છેઃ આ સ્થિતિમાં હવે શું થાય છે તે જોવાનુ રહ્યુ.

(11:33 am IST)