Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

સુપ્રિમ કોર્ટે અનામતને લઇને આપ્યો મહત્વનો ચુકાદો

કવોટા પોલીસીનો અર્થ યોગ્યતાને નકારવો એ નથી

કવોટા નીતિ યોગ્ય ઉમેદવારોને નોકરીની તકોથી વંચિત રાખવાનો નથી

નવી દિલ્હી, તા.૧૯: સુપ્રીમ કોર્ટે શુક્રવારે 'જ્ઞાતિય અનામત'ના વિચાર સામે ચુકાદો આપ્યો હતો જેમાં કોર્ટે જણાવ્યું છે કે કવોટાની નીતિ યોગ્ય ઉમેદવારોને નોકરીની તકોથી વંચિત રાખવાનો નથી, ભલે તે અનામત વર્ગોમાં હોય.

નોકરીની તકોમાં આરક્ષણ મેરીટને આધીન જસ્ટિસ ઉદય લલિતના વડપણ વળી સુપ્રીમ કોર્ટ ખંડપીઠે ચુકાદો આપતા જણાવ્યું છે કે માન્ય કવોટા લાભોને આધિન મુદ્દો, બેઠકો ભરવાની કોઈપણ પદ્ઘતિ મેરીટ પર કેન્દ્રિત હોવી જોઈએ અને યોગ્ય ઉમેદવારોને તેમની કેટેગરી અને જાતિને ધ્યાનમાં લીધા વિના સહાય કરવી જોઈએ. વધુમાં, કહેવામાં આવ્યું છે કે ઓપન કેટેગરીમાંની સ્પર્ધા સંપૂર્ણ પાને મેરીટને આધીન હોવી જોઈએ.

સમાંતર અને ઊધ્વગામી બંને રીતે આરક્ષણ જાહેર સેવામાં પ્રતિનિધિત્વને સુનિશ્યિત કરવાની પદ્ઘતિઓ છે. તે કોઈપણ સંજોગોમાં રૂઢિચુસ્ત તરીકે નહિ જોવામાં આવે, જયાં ઉમેદવારનું મેરીટ, જે તેને સંપૂર્ણપણે સામાન્ય વર્ગમાં હોવાનું હકદાર બતાવે છે તે પૂર્વનિર્ધારિત છે. ન્યાયાધીશ એસ. રવિન્દ્ર ભાટ દ્વારા અલગ છતાં સહમતીથી ચુકાદો આપવામાં આવ્યો હતો.

જસ્ટિસ ભાટે વધુમાં ઉમેર્યું હતું કે 'આમ કરવું, જ્ઞાતિય આરક્ષણમાં પરિણમશે, જયાં દરેક સામાજિક કેટેગરી પોતાના અનામતની મર્યાદામાં સીમિત હશે છતાં મેરીટને નકારાશે. ઓપન કેટેગરી તમામ માટે છે, અને તેમાં ઉમેદવાર માટે એક માત્ર શરત છે મેરીટ,  અને તે પણ ઉમેદવારે કોઈપણ પ્રકારનો અનામત લાભ અથવા તે માટે ઉપલબ્ધ છે કે કેમ તે ધ્યાનમાં લીધા વિના.

(3:16 pm IST)