Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

ઉપેન્દ્ર કુશાવાહ બાદ પાસવાન :એલજેપીએ નારાજગી જાહેર કરતા બિહારમાં એનડીએને નુક્શાનની શકયતા

ચિરાગ પાસવાનના બે ટ્વીટસએ સંકેત આપ્યા કે બિહારમાં એનડીએ ગઠબંધનમાં હજુ બધું બરાબર નથી.

નવી દિલ્હી :મહાગઠબંધનની મજાક ઉડાવતી એનડીએમાં પણ ઓછા ડખાઓ નથી. બિહારમાં કુશવાહાએ એનડીએ સાથે છેડો ફાડ્યો બાદ હવે એલજેપીએ ખુલ્લીને નારાજગી જાહેર કરી છે. બિહારમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ના ઘટક દળોએ અણબનનો વધુ એક સંકેત મળી રહ્યાં છે.

 લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)ના નેતા ચિરાગ પાસવાનના બે ટ્વીટસ એ સંકેત આપ્યા છે કે બિહારમાં એનડીએ ગઠબંધનમાં હજુ પણ બધું બરાબર નથી. આરએલએસપીએ એનડીએમાંથી છેડો ફાડ્યા બાદ ચિરાગનું આ ટ્વીટ રાજ્યમાં એનડીએ માટે નવી મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. ચિરાગે tweet કરી લખ્યું છે કે ભાજપના નેતાઓ સાથે મુલાકાત થઇ પરંતુ સીટોને લઇ કોઇ નક્કર વાત થઇ શકી નથી. જેના પગલે આાગામી સમયમાં એનડીએને નુક્સાન થઈ શકે છે તેવી સ્પષ્ટ ધમકી આપી છે.

  ચિરાગ પાસવાને ટ્વીટ કરી લખ્યું કે ટીડીપી અને આરએલએસપીના એનડીએ ગઠબંધનમાંથી ગયા બાદ આ ગઠબંધન નાજુક મોડમાંથી પસાર થઇ રહ્યું છે. એવામાં ભાજપ ગઠબંધનમાં હાલ બચેલા સાથીઓની ચિંતાઓને સમય રહેતા સમ્માનપૂર્વક દૂર કરે.

 આ tweet બાદ ચિરાગ પાસવાને વધુ એક ટ્વીટ કરી લખ્યું કે ગઠબંધનની સીટોને લઇ ભાજપના નેતાઓ સાથે મુલાકાત થઇ પરંતુ હજુ સુધી કોઇ નક્ક વાત સામે આગળ વધી શકી નથી. આ વિષય પર સમય રહેતાં વાત બની શકી નથી તો તેનાથી નુકસાન પણ થઇ શકે છે.

(1:46 pm IST)