Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

વાયુસેનાએ 16 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને જમ્મુ-કાશ્મીરમાં મોકલ્યા આકસ્મિક એરલિફ્ટ ક્ષમતાની કરાઈ ચકાસણી

પાકિસ્તાન અને ચીનના પડકારોને પહોંચી વળવા મહત્વપૂર્ણ કવાયત

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને ચીનના પડકારોને પહોંચી વળવાની દિશામાં મંગળવારે એક મહત્વપૂર્ણ કવાયત કરી હતી. આકસ્મિક એરલિફ્ટ ક્ષમતા ચકાસવા માટે ભારતીય વાયુસેનાએ 16 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં મોકલ્યા હતા. જેમાં સી-17 ગ્લોબમાસ્ટર-થ્રી, ઈલ્યુશિન-76 અને એન્ટોવ-32નો સમાવેશ થાય છે.

 ભારતીય વાયુસેનાના આ ટ્રાન્સપોર્ટ વિમાનોને એવા વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા કે જ્યાં ચીન અને પાકિસ્તાન એમ બંને તરફથી પડકારો છે.

   આ 16 ટ્રાન્સપોર્ટ વિમાનો 463 ટનની કુલ ક્ષમતા ધરાવતા હતા અને તેમને ચંદીગઢ એરબેસથી લડાખ રીઝનના ડ્રોપ ઝોનમાં મોકલવામાં આવ્યા હતા. વિમાન કારગીલ, લેહ, થોઈઝ અને ફુકચે એરબેસના માર્ગે પહોંચ્યા હતા.

 એરફોર્સના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ હતુ કે વિમાનોએ આ અંતર છ કલાકથી પણ ઓછા સમયમાં પૂર્ણ કર્યું હતું. આખા ઉત્તરીય ક્ષેત્રમાં ડબ્લૂએસીનું કામ એરમેન્ટેનન્સની સાથે પ્રતિ મહીને ત્રણ હજાર ટનની ક્ષમતા સુધી વિમાનોને લોડ કરવાનું પણ હોય છે.

(1:39 pm IST)