Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

વૈશ્વિક અર્થતંત્રમાં ભારતીય અર્થતંત્રનો હિસ્સો વધ્યો :છેલ્લા ત્રણ વર્ષમાં 2,6 ટકાથી વધીને 3,2 ટકા થયો

રાજ્યસભામાં પુછાયેલા પ્રશ્નના કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રીએ આપ્યો જવાબ

નવી દિલ્હી :ભારતની જીડીપીનો વૈશ્વિક જીડીપીમાં હિસ્સો વધ્યો છે. વર્લ્ડ ડેવલોપમેન્ટ ઈન્ડિકેટર્સ ડેટાબેસ મુજબ, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતીય અર્થતંત્રનો હિસ્સો 2014માં 2.6 ટકા હતો અને તેમા વધારો થઈને 2017માં તે 3.2 ટકા થયો હતો. રાજ્યસભામાં પુછવામાં આવેલા પ્રશ્નનો કેન્દ્રીય નાણાં રાજ્ય પ્રધાન પોન રાધાકૃષ્ણને લેખિત જવાબ આપ્યો હતો. 1960થી 2013 દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થાની વૈશ્વિક સ્તરે ભાગીદારી માત્ર 1.8 ટકા રહી હતી.

   વિશ્વની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થામાં સામેલ ભારતની ઈકોનોમીનો ગ્રોથ રેટ 2014-15થી 2017-18 દરમિયાન સરેરાશ 7.3 ટકા રહ્યો હતો. ઈન્ટરનેશનલ મોનિટરિંગ ફંડના ઓક્ટોબર-2018ના ડેટાબેસ પ્રમાણે. ભારતીય અર્થવ્યવસ્થા સંદર્ભે 2018-19 અને 2019-20 દરમિયાન સૌથી ઝડપથી વિકસતિ અર્થવ્યવસ્થા બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેની સાથે 2018-19ના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ રેટ 7.6 ટકા રહ્યો છે.

(1:35 pm IST)