Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

પીઓકેમાં પાકિસ્તાન સરકાર સામે જબરો આક્રોશ : મુઝફફરાબાદમાં હજારો લોકો દ્વારા ભારે સુત્રોચાર

નીલમ-ઝેલમ નદી પર પ્રોજેક્ટોના નિર્માણનો પીઓકેના લોકો દ્વાર વિરોધ

નવી દિલ્હી :પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના પીઓકેના પાટનગર મુઝફ્ફરાબાદમાં આક્રોશિત લોકો સડકો પર ઉતરી આવ્યા છે. પાકિસ્તાનની સરકાર દ્વારા ભેદભાવ અને નીલમ-ઝેલમ નદી પર પ્રોજેક્ટોના નિર્માણનો પીઓકેના લોકો દ્વાર વિરોધ કરવામાં આવ્યો છે.

  મુઝફ્ફરાબાદ ખાતે સડકો સેંકડોની સંખ્યામાં ઉતરી આવેલા લોકોએ પાકિસ્તાનની સરકાર અને સેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે અને આવી યોજનાઓની મંજૂરી આપવાનું બંધ કરવાની માગણી કરી છે.

   નીલમ અને ઝેલમ નદી પર મેગા ડેમ્સ અને હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સનો અલગ-અલગ ઠેકાણે પીઓકેના લોકો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. પીઓકેમાં મેગા ડેમ્સના પ્રોજેક્ટ્સને કારણે લોકોને પીવાના પાણીની તંગીનો સામનો કરવાની સ્થિતિ પેદા થઈ છે. પ્રગતિના નામે આવા પ્રોજેક્ટો સામાન્ય લોકો માટે મુસીબતનું કારણ બન્યા છે અને તેને કારણે તેમને અન્યત્ર હિજરત કરવાનો વારો આવ્યો છે.

(1:24 pm IST)