Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

દિલ્હી સહીત સમગ્ર ઉત્તરભારતમાં કડકડતી ઠંડી : પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષાથી તાપમાન ગગડ્યું

નવી દિલ્હી ;દેશની રાજધાની નવી દિલ્હી સહીત આખા ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. આજે સવારે દિલ્હીનું લઘુત્તમ તાપમાન છ ડિગ્રીએ પહોંચ્યું હતું. પવર્તીય વિસ્તારોમાં બરફવર્ષાને કારણે કડકડતી ઠંડી પડવાનું શરૂ થયું છે.

ઠંડા પવન અને ધુમ્મસને કારણે લોકોની મુશ્કેલી વધી ગઈ છે. વધતી ઠંડી છતાં દિલ્હીમં ઘણાં લોકો એવા પણ છે કે જેમને ખુલ્લા આકાશની નીચે સુવા માટે મજબૂર થવું પડે છે. મંગળવારે રાત્રે લગભગ અઢી વાગ્યે દિલ્હીની એમ્સની સામે જ મોટી સંખ્યામાં લોકો ખુલ્લામાં સુવા માટે લાચાર દેખાયા હતા. આવી જ સ્થિતિ રેલવે સ્ટેશનો સહીત અન્ય રેનબસેરાઓની છે.

(1:18 pm IST)