Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

જમ્મુ-કાશ્મીરના પુંછમાં એક આતંકી ઠેકાણા પર સર્ચ ઓપરેશન : વિસ્ફોટક સાધનો અને વાયરલવેસ સેટ જપ્ત : 7 IED મળ્યા

સુરનકોટના જંગલમાં શંકાસ્પદ લોકોની અવરજવર વિશે ગ્રામવાસીઓની માહિતી બાદ તપાસ અભિયાન

 

શ્રીનગર :ભારતીય આર્મીએ જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં એક આતંકવાદી ઠેકાણા પર સર્ચ ઓપરેશન કરી વિસ્ફોટક સાધનો અને એક વાયરલેસ સેટને જપ્ત કર્યો હતો.આર્મીએ ઈંપ્રોવાઈસડ એક્સપ્લોસિવ ડિવાઇસ ( IED) કબજે કર્યા હતા.

અધિકારીઓએ જણાવ્યુ કે સુરનકોટના જંગલમાં શંકાસ્પદ લોકોની અવરજવર વિશે ગ્રામવાસીઓની માહિતી બાદ તપાસ અભિયાન ચલાવવામાં આવ્યુ હતુ. અધિકારીઓએ કહ્યુ કે તેમની ટીમે સર્ચ બાદ 7 IED, ગેસ સિલિન્ડર અને એક વાયરલેસ સેટને જંગલમાંથી જપ્ત કર્યા હતા.

તેમણે કહ્યુ કે ઑપરેશન ભારતીય સેના અને પોલીસે સંયુક્ત રીતે ચલાવ્યુ તેમજ તે સોમવારે સવારે વિસ્તારમાં ઘૂસ્યા હતા. અત્યાર સુધી કોઈ પણ શંકાસ્પદ આતંકવાદીને પકડવામાં આવ્યા નથી. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.

બીજી તરફ જમ્મુ-રાજોરી હાઈવે પર આતંકીઓ દ્વારા વિસ્ફોટક લગાવીને તબાહીને અંજામ આપવાના ષડયંત્રને સેનાની ક્વિક રિએક્શન ટીમે નાકામ કરી દીધી છે. રાજોરી ટાઉનથી 12 કિલોમીટર દૂર જમ્મુ હાઈવે પર સેનાની પેટ્રોલિંગ પાર્ટીએ 2 જગ્યા પર વિસ્ફોટક હોવા પર સવારે 9 વાગે ગાડીઓની અવરજવર રોકીને સાવધાનીથી કોઈ નુકસાન વિના બંને IEDને નિષ્ફળ બનાવી દીધા હતા.

(1:04 am IST)