Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

કોંગ્રેસે મહારાષ્ટ્રમાં શિવસેનાને બદલે ભાજપનું સમર્થન કરવું જોઈએ : એચ,ડી, કુમારસ્વામી

બંને દક્ષિણપંથી પાર્ટીઓ સિક્કાની બે બાજુ જેવી છે

બેંગ્લુરુ : કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જેડીએસના અધ્યક્ષ એચડી કુમારસ્વામી ઈચ્છે છે કે કોંગ્રેસે મહારાષ્ટ્રમાં સરકારની રચના માટે શિવસેનાની બદલે ભાજપને સમર્થન કરવું જોઈએ

  કુમારસ્વામી મુજબ શિવસેના એક કટ્ટર હિંદુત્વવાળી પાર્ટી છેકુમારસ્વામીના મીડિયા સલાહકાર ચંદન ધોરે કુમારસ્વામીના હવાલાથી કહ્યું કે કોંગ્રેસે મહારાષ્ટ્રમાં સરકારની રચનામાં કટ્ટર હિન્દુવાદી શિવસેનાની બદલે એક નરમ હિન્દુવાદી ભાજપને સમર્થન કરે તો ઉત્તમ હશે કારણ કે બંને દક્ષિણપંથી પાર્ટીઓ સિક્કાની બે બાજુ જેવી છે

(9:09 pm IST)