Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

સીરિયાએ છોડેલા ચાર રોકેટને હવામાં જ તોડી નાખ્યા : ઇઝરાયલની સેનાનો દાવો

ગોલાન પહાડીઓ તરફથી આ રોકેટ હુમલો કરાયો હતો

નવી દિલ્હી : ઇઝરાયેલની સેનાએ દાવો કર્યો છે કે સિરિયા દ્વારા છોડવામાં આવેલા ચાર રોકેટને હવામાં જ તોડી પાડવામાં આવ્યા છે.

  ઇઝરાયેલનાં નિયંત્રણ હેઠળનાં ગોલાન પહાડીઓ તરફથી આ રોકેટ હુમલો કરાયો હતો. જો કે ઇઝરાયેલની સેનાએ તેની અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમની મદદથી તે નિષ્ફળ બનાવ્યો હતો.

   ઇઝરાયેલની સેનાંનાં પ્રવક્તાએ જણાવ્યું કે રોક્ટ હુમલામાં ઇઝરાયેલનો કોઇ નાગરીક માર્યો ગયો નથી,આ હુમલાની અત્યાર સુધી કોઇએ જવાબદારી લીધી નથી.ગોલાન હાઇટસ પર નિયંત્રણને લઇને ઇઝરાયેલ અને સિરિયા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

  વર્ષ1967માં થયેલા યુધ્ધમાં ઇઝરાયેલે સિરિયાને હરાવીને ગોલાન હાઇટ્સ પર કબજો કરી લીધો હતો.આ પહાડિયો પર ઇઝરાયેલનાં દાવાને ટ્રમ્પ વહીવટીતંત્રએ પણ માન્યતા આપી છે.

(8:32 pm IST)
  • રાજસ્થાનની સ્થાનીક ચૂંટણીઓમાં કોંગ્રેસ આગળ : : રાજસ્થાનમાં શનિવારે યોજાયેલી સ્થાનીક ચૂંટણીઓની મત ગણતરી આજ મંગળવારે ચાલુઃ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કોંગ્રેસ ૪૯૫ અને ભાજપ ૩૯૨ વોર્ડમાં વિજેતા access_time 4:08 pm IST

  • સુપ્રીમમાં મરાઠા અનામત મામલે સુનાવણી ટળીઃ ૧૫મી જાન્યુઆરીએ હાથ ધરાશે સુનાવણી access_time 1:02 pm IST

  • બેંકમાં નાણા ઉપાડવા ઉપર મુકાયેલ પ્રતિબંધમાં કોઇપણ છુટછાટ અપાશે તો તેના પરીણામે બેંકો ચલાવવા ઉપર પડશે તેમ રીઝર્વ બેન્કે કહયું છે access_time 4:08 pm IST