Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

યુ.એસ.માં વોશીંગ્ટન ડીસી નજીક નવા જૈન સેન્ટરનું નિર્માણ કરાશેઃ સાડા પાંચ એકરમાં ફેલાયેલા ૩૦ હજાર સ્કવેર ફીટનું બાંધકામ ધરાવતા સેન્ટરનું ૪ ઓકટો.ના રોજ ભૂમિપૂજન કરાયું: જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલિટન વોશીંગ્ટનએ ૩ મિલીઅન ડોલર ઉપરાંતનું ફંડ ભેગુ કરી દીધું

વોશીંગ્ટનઃ યુ.એસ.ના વોશીંગ્ટન ડીસી નજીક નિર્માણ પામનારા નવા જૈન સેન્ટર માટે જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલિટન વોશીંગ્ટનએ ૩ મિલીઅન ડોલર ઉપરાંતનું ફંડ ભેગુ કરી દીધુ છે. આ જૈન સેન્ટરનું ભૂમિપૂજન ૬ ઓકટો.૨૦૧૯ના રોજ કરવામાં આવ્યું હતું.

બેલ્ટસવિલ્લે મુકામે સાડા પાંચ એકરમાં ફેલાયેલા તથા સફેદ માર્બલથી નિર્માણ પામનારા આ જૈન ટેમ્પલનો લાભ મેરીલેન્ડ, નોર્ધર્ન વજીનીઆ, તેમજ વોશીંગ્ટન ડીસીમાં વસતા જૈન પરિવારો માટે આસ્થાનું પ્રતિક બની રહેશે.

આ જૈન ટેમ્પલના નિર્માણનો હેતુ જૈન ધર્મના સિધ્ધાંતો તથા મૂલ્યોનું ભાવિ પેઢીમાં સિંચન કરવાનો છે. આ સેન્ટર ૩૦ હજાર સ્કવેર ફુટમાં ફેલાયેલુ રહેશે. જેમાં શ્વેતાતમ્બર તથા દિગમ્બર ટેમ્પલ, સ્થાનક, ઉપાશ્રય, એજ્યુકેશન, સોશીઅલ વીંગ, લાયબ્રેરી, પાઠશાળા, કોમ્યુનીટી સેન્ટર તથા ઓડીટોરીયમનું નિર્માણ કરાશે.

(8:14 pm IST)