Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

ટેલિકોમ સેક્ટરને નાણાંકીય રાહતો આપવાની વિચારણા

યોગ્ય રાહત ટુંકમાં જ મળી શકે : વોડાફોન આઈડિયા : મોબાઇલ ડેટા ચાર્જ ભારતમાં હજુય સૌથી સસ્તા : રિપોર્ટ

મુંબઈ, તા. ૧૯ : ટેલિકોમ સેક્ટરમાં હાલત કફોડી બનેલી છે. ટેલિકોમ સેક્ટરમાં નવા પ્રાણ કઇ રીતે ફૂંકી શકાય છે તે દિશામાં પહેલ કરવાની તૈયારી ચાલી રહી છે. અલબત્ત આજે વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલના શેરમાં વધારો થયો હતો. આરઆઈએલની ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓની એન્ટ્રી બાદથી પ્રથમ વખત ટેરિફમાં વધારો કરવા વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલે તૈયારી દર્શાવ્યા બાદ ટેલિકોમ કંપનીઓના શેરમાં વધારો થયો છે. બીજી બાજુ એક નિવેદનમાં વોડાફોન આઈડિયાનું કહેવું છે કે, તમામ સંબંધિત લોકો દ્વારા ટેલિકોમ સેક્ટરની તકલીફો રજૂ કરવામાં આવ્યા બાદ કેબિનેટ સેક્રેટરીના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય સેક્રેટરી કમિટિ યોગ્ય રાહત આપવાની તૈયારીમાં છે. સમગ્ર વિશ્વમાં મોબાઇલ ડેટા ચાર્જ ભારતમાં સૌથી સસ્તા છે. મોબાઇલ ડેટા સર્વિસ માટેની માંગ સતત વધી રહી છે. કસ્ટમરો વર્લ્ડક્લાસ ડિજિટલ અનુભવ મેળવતા રહે તેની ખાતરી કરવા વોડાફોનઆઈડિયા દ્વારા તેના ટેરિફમાં ડિસેમ્બરમાં વધારો કરનાર છે.

                   જેપી મોર્ગનમાં નિષ્ણાતોના કહેવા મુજબ જ્યાં સુધી જીઓ દ્વારા ૫૦ કરોડ ગ્રાહકોને રાહત આપશે નહીં ત્યાં સુધી ટેલિકોમ ટેરિફમાં વધારો ખુબ જ મર્યાદિત રહેશે. આઈયુસી પાસ થ્રુ આપીને જીઓ માર્જિન અહીંથી તેના નેટવર્કને વધારી શકે છે. આગામી છ મહિનાના ગાળામાં ચાવીરુપ શેર કિંમતોમાં સુધારો થઇ શકે છે. સાઉદી અરામ્કો આઈપીઓને લઇને પણ ઉત્સુકતા દેખાઈ રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડીમાં વધારાના અહેવાલ વચ્ચે નવેસરથી વ્યૂહરચના ઘડવામાં કોર્પોરેટ કંપનીઓ ઉત્સુક બની છે.

(7:53 pm IST)
  • 7000 કરોડનું ટેક્સ રિફંડ માટે વોડાફોન અને આઈડિયાએ દબાણ કર્યું છે પરંતુ નવી જવાબદારીઓ આવી પડે તે ધ્યાને લઇ આવકવેરા ખાતું તે સ્વીકારવા હિચકિચાટ અનુભવે છે access_time 10:04 pm IST

  • સ્વરસામગ્રી લતા મંગેશકરની તબિયત સ્થિર છે ,તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે access_time 10:00 pm IST

  • જમ્મુ કાશ્મીરમાં મહેબૂબા મુફ્તી અને બિહારમાં નીતીશકુમાર સાથે જોડાણ કર્યું ત્યારે હિન્દુત્વ ક્યાં હતું ? : ભાજપ નેતાઓ મોગલ સમ્રાટ મહંમદ ઘોરી જેવા છે : અહંકારી અને મનસ્વી રાજકારણને મહારાષ્ટ્રની પ્રજા જડબાતોડ જવાબ આપશે : શિવસેનાના મુખપત્ર સામનામાં ઉધ્ધવ ઠાકરેનો આક્રોશ access_time 12:10 pm IST