Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

દિલ્હી-ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા: રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5ની નોંધાઈ

ભૂકંપનું કેન્દ્રબિંદુ ભારત-નેપાળ બોર્ડર હોવાનું અનુમાન

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા ભૂકંપની તીવ્રતા 5 ની માપવામાં આવી હતી. જો કે, કોઇ નુકસાન અંગે કોઇપણ પ્રકારના અહેવાલો પ્રાપ્ત થઇ શક્યા નથી. આ સિવાય ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિકો ગભરાઇની ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભારત-નેપાળ બોર્ડર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

(7:51 pm IST)