Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

રાજસ્થાનમાં સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનો 961 વોર્ડમાં વિજય : ભાજપનો 737 વોર્ડમાં કબ્જો : 386 વોર્ડમાં અપક્ષોની જીત

શહેરી વિસ્તારોમાં ભાજપની ટક્કર : ઉદેપુરમાં બે તૃતીયાંશ બિકાનેર,અજમેર,અલવર અને બાસવાડામાં ભાજપનો કબ્જો ;ચિતોરગઢ,ગંગાનગર અને જેસલમેરમાં પંજાની પક્કડ

જયપુર : તાજેતરમાં રાજસ્થાનમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણી પરિણામ આવતા કોંગ્રેસ પાર્ટીએ બાજી મારી લીધી છે. 2105 વોર્ડ પર આવેલા રિઝલ્ટમાં કોંગ્રેસ પાર્ટીએ 961 વોર્ડ પર કબજો કર્યો છે, જ્યારે ભાજપે 737 વોર્ડ પર કબજો કર્યો છે અને 386 વોર્ડ પર અપક્ષના ઉમેદવારોએ જીત મેળવી છે.

રાજસ્થાનના શહેરી વિસ્તારોમાં ભાજપે ટક્કર આપી છે ઉદેપુર નગરપાલિકાની 70 વોર્ડ પર ભાજપે 44 વોર્ડ પોતાના નામે રર્યા હતા, જ્યારે કોંગ્રેસે 20 વોર્ડ પોતાના નામે કર્યા હતા. જયારે બિકાનેરમાં ભાજપે 39 વોર્ડ પર જીત મેળવી હતી અને કોંગ્રેસે 26 વોર્ડ પર જીત મેળવી હતી. અજમેરની ત્રણ પાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ 53 સીટો પર કબજો કર્યો છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીએ 33 સીટો પર કબજો કર્યો હતો. અલવરની ત્રણ પાલિકામાં ભાજપે 59 સીટ અને કોંગ્રેસે 52 સીટો પર કબજો કર્યો  હતો

બીજીતરફ બાસવારામાં ભાજપે 32 સીટો પર અને કોંગ્રેસે 46 સીટો પર કબજો કર્યો હતો. આ સિવાય બારમેરમાં ભાજપે 43 સીટ અને કોંગ્રેસે 49 સીટો પર કબજો કર્યો હતો.બિકાનેરમાં ભાજપે 39 અને કોંગ્રેસે 26 સીટો પર વિજય મેળવ્યો હતો, જ્યારે ચિતોરગઢમાં ભાજપે 51 અને કોંગ્રેસ પાર્ટીએ 90 સીટો પર કબજો મેળવ્યો હતો. ગંગાનગરમાં ભાજપે 36 અને કોંગ્રેસે 41 સીટો પર વિજય મેળવ્યો હતો. જૈસલમેરમાં ભાજપે 20 અને કોંગ્રેસે 21 સીટો પર વિજય મેળવ્યો હતો.

(6:33 pm IST)