Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

વોડાફોન-આઇડીયા કંપનીને પાછલા કવાર્ટરમાં ઇતિહાસનું સૌથી મોટુ નુકસાન થતા ૧ ડિસેમ્બરથી મોબાઇલ કોલ અને સર્વિસ ચાર્જમાં કરશે વધારો

નવી દિલ્હીઃ ભારે નાણાકીય દેવામાં ડૂબી રહેલી દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની Vodafone-ideaએ યૂઝરોને ઝટકો આપ્યો છે. 1 ડિસેમ્બરથી કંપની મોબાઇલ કોલના ચાર્જ વધારવાની છે. Vodafone-ideaએ આ પગલું હાલમાં સુપ્રીમ કોર્ટના AGR નિર્ણયને કારણે ભર્યું છે. થોડા દિવસ પહેલા AGR પર નિર્ણય બાદથી ટેલિકોમ કંપનીઓએ સરકારને Rs 92,000 કરોડની ચુકવણી કરવાની છે.

આ કંપનીઓમાં Vodafone-idea, Bharti Airtel સહિત ટેલિકોમ સેક્ટરથી બહાર થઈ ગયેલી 10 ટેલિકોમ કંપનીઓ સામેલ છે. Vodafone-ideaને પાછલા ક્વાર્ટરમાં ઈતિહાસનું સૌથી મોટુ નુકસાન થયું હતું. કંપનીને લગભગ 50 હજાર કરોડનું નાણાકીય નુકસાન થયું હતું. આ કારણ છે કે કંપની 1 ડિસેમ્બર 2019થી પોતાના મોબાઇલ કોલ અને સર્વિસના ચાર્જમાં વધારો કરવાની છે.

રિપોર્ટ પ્રમાણે, Vodafone-ideaએ પોતાના નિવેદનમાં કહ્યું કે, પોતાના યૂઝરોને વર્લ્ડ ક્લાસનો ડિજિટલ અનુભવ ચાલુ રાખવા માટે કંપની 1 ડિસેમ્બર 2019થી પોતાનું ટેરિફ વધારવા જઈ રહી છે. પરંતુ કંપનીએ તે ખુલાસો કર્યો નથી કે મોબાઇલ કોલના દરોમાં કેટલો વધારો કરવામાં આવશે. Vodafone-ideaના આ નિર્ણયની અસર કંપનીના 30 કરોડથી વધુ ગ્રાહકો પર પડશે.

એજીઆર ચુકાદા સિવાય Vodafone-ideaના વ્યાપાર પર સૌથી વધુ અસર Reliance Jio પ્લાનની કિંમતની પડી છે. ભારતીય ટેલિકોમ બજારમાં Reliance Jioએ પગ મુકતા ઘણી ટેલિકોમ કંપનીઓએ પોતાની સર્વિસ બંધ કરવી પડી છે. Reliance Jioને કારણે ઘણી નાની ટેલિકોમ કંપનીઓએ પોતાની સર્વિસ બંધ કરી દીધી કે પછી મોટી ટેલિકોમ કંપનીઓની સાથે મર્જ થઈ ગઈ છે.

(5:40 pm IST)