Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

ફ્રાંસના રાષ્ટ્રપતિના કાફલામાં મહિન્દ્રાનું મેડ ઇન ઇન્ડિયા ઇલેકટ્રીક સ્કુટર સામેલ

નવી દિલ્હીઃ મહિન્દ્રા રાઈઝ કંપનીએ હાલમાં જ Peugeot Motorcycles (PMTC)નું સંપાદન કર્યું છે. ત્યાર બાદ આ કંપનીના ઈલેકિટ્રક ટુ વ્હિલરને લઈને એક મોટી ખબર આવી છે. Peugeot Motorcyclesનું‚ made in india ઈલેકિટ્રક સ્કૂટર હાલમાં જ ફ્રાંસના રાષ્ટ્રપતિના કાફલામાં સામેલ થયું છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રાએ તેની જાણકારી આપી છે.

નવા Peugeot  e-Ludix ઈલેકિટ્રક સ્કૂટરને ભારતથી ફ્રાંસ એકસપોર્ટ કરવામાં આવ્યું છે. જે ફ્રાંસના રાષ્ટ્રપતિના કાફલામાં સામેલ થનારું પહેલું ઈલેકિટ્રક સ્કૂટર છે.

આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરીને આ વાતની માહિતી આપી છે. તેમણે કહ્યું કે, Peugeot e-Ludix ફ્રાંસના રાષ્ટ્રપતિના કાફલાના એનર્જેટિક ટ્રાંસફર્મેશનનો ભાગ છે. અમારી નવી બ્રાન્ડ Peugeot e-Ludix કાફલામાં સામેલ થનારું પહેલું ઈલેકિટ્રક સ્કૂટર છે. જે ભારતથી નિકાસ કરવામાં આવ્યું છે.

Peugeot e-Ludix ઈલેકિટ્રક સ્કૂટરનું ઉત્પાદન મધ્ય પ્રદેશમાં મહિન્દ્રાના પ્લાન્ટમાં થઈ રહ્યું છે. ત્યાર પછી તેને ફ્રાંસની કંપની Peugeot Motorcycles ને  મોકલવામાં આવે છે. આ ઈલેકિટ્રક સ્કૂટરમાં ૩kWની ઈલેકિટ્રક મોટર આપવામાં આવી છે. સ્કૂટરનું વજન માત્ર ૮૫ કિલો છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની સબ્સિડરી કંપની મહિન્દ્રા રાઈઝનું Peugeot મોટર સાઈકલ કંપનીમાં ૫૧ ટકાની ભાગીદારી છે. આ બ્રાન્ડની ડેવલપમેન્ટ પાછળ મહિન્દ્રાએ લગભગ ૧૧૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

 Peugeot e-Ludix ‚ લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે. જે રિમૂવેબલ છે. જેને સ્કૂટરમાંથી કાઢીને ચાર્જ કરી શકાય છે. સ્કૂટરને ફુલ ચાર્જ થવામાં લગભગ ૩ કલાક જેટલો સમય લાગે છે. એકવાર ફુલ ચાર્જ કરવા પર તે ૫૦ કિમી સુધી ચાલી શકે છે. જેની ટોપ સ્પીડ ૪૫ કિમી પ્રતિ કલાક છે. ભારતમાં વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૧ની વચ્ચે આ બ્રાન્ડના લગભગ ૭ નવા મોડલ લોન્ચ કરવામાં આવશે.

(3:58 pm IST)