Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

શા માટે મોદી સરકાર મારાથી ગભરાઇ રહી છે ? સંસદમાં મને આવવા દેતી નથીઃ ચિદમ્બરમનું ટવીટ

નવી દિલ્હીઃ ફારુૂખ અબ્દુલ્લાહ સામે કોઈ કેસ દાખલ નથી. તેઓ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકયા છે અને હાલમાં તેઓ નેશનલ કોન્ફરન્સ તરફથી સાંસદ છે. તેમનું નામ કોઇ પથ્થરમારો કરવાની દ્યટનામાં પણ સામેલ નથી. તેઓએ સરકાર વિરોધી કોઈ દેખાવોમાં ભાગ લીધો નહોતો. જોકે હજુ સુધી તેમની છેલ્લે  પ ઓગસ્ટથી ગેરકાયદે અટકાયતમાં રખાયા છે. તો શા માટે હવે તેમને સંસદના શિયાળુ સત્રમાં હાજરી આપવા માટે ન આવવા દેવાઈ રહ્યાં? આ સવાલ રાજયસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ અને નેશનલ કોન્ફરન્સના સાંસદ હસનૈન મસૂદીએ ઊઠાવ્યાં હતાં.

  આઝાદે એ વાતની પણ પુષ્ટી કરી હતી કે હજુ સુધી વડાપ્રધાન અને ગૃહપ્રધાન  તરફથી પણ અમને આ મામલે હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. 

બીજી બાજુ પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ પણ હજુ જેલમાં છે અને તેમને જેલમાં ૮૦ દિવસ થઈ ગયા.  તેમને જામીન પણ ના અપાયા. શું હવે તેમને પણ સંસદના ગૃહમાં હાજરી આપવામાં દેવામાં નહીં આવે? તેમણે આ ટ્વીટ સંસદનું સત્ર શરૂ થયાના બે દિવસ પહેલા કરી હતી. ચિદમ્બરમે ટ્વીટ કરી હતી કે હું મારા પરિવારને મારા વતી ટ્વીટકરવાનો અધિકાર આપી રહ્યો છું. શા માટે સરકાર મારાથી ગભરાઈ રહી છે અને મને સંસદમાં આવવા દેતી નથી. હું દરેક અઠવાડિયે લખી રહ્યો છું અને અર્થતંત્ર અંગે જેટલા પણ ગોટાળા કરાયા છે તેને હું વિગતવાર રીતે રજૂ કરીશ.

(3:31 pm IST)