Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

આંતરિક લડાઇમાં બંનેને થશે નુકશાનઃ ભાગવત

મહારાષ્ટ્રના રાજકારણને લઇને સંઘના વડા મોહનભાગવતનું નિવેદન

નવી દિલ્હી,તા.૧૯: રાષ્ટ્રીય સ્વયં સેવક સંદ્ય ( RSS ) પ્રમુખ મોહન ભાગવતે ઇશારા-ઇશારામાં મહારાષ્ટ્રના રાજકરણને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં મોહન ભાગવતે કહ્યું કે બધાને ખબર છે સ્વાર્થના કારણે નુકસાન થાય છે, પરંતુ સ્વાર્થ છોડતા નથી. અંદરો-અંદરની લડાઇમાં બંનેને નુકસાન થશે.

મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ આવ્યા બાદથી શિવસેના અને ભાજપ  વચ્ચે સંબંધો વણસી ગયેલાજોવા મળી રહ્યાં છે. શિવસેનાના સાંસદે કેન્દ્ર સરકારમાંથી રાજીનામું આપી દીધુ, NDA ની બેઠકમાં ભાગ લેવા ઇન્કાર કરી દીધો. જયારે બીજી તરફ શિવસેના પોતાના મુખપત્ર સામનામાં સતત ભાજપ પર આકરા પ્રહાર કરી રહ્યું છે.

મહારાષ્ટ્ર ચૂંટણી શિવસેના અને ભાજપ એક સાથે લડ્યા હતા, જેમાં ભાજપને ૧૦૫ અને શિવસેના ૫૬ બેઠક પર જીત્યાં હતા. જો કે ત્યાર બાદ મુખ્યમંત્રી પદને લઇને બંને વચ્ચે તકરાર ચાલી રહી છે. જો કે શિવસેના તરફથી દ્યણી વખત સંદ્ય પ્રમુખની મધ્યસ્થતાને લઇને ખબર આવતી હતી. આવા સમયે સંદ્ય પ્રમુખ મોહન ભાગવતના નિવેદન બાદ મહારાષ્ટ્ર રાજકારણ અને શિવેસના-ભાજપ પર કેટલી અસર પડશે તે હવે જોવાનું રહ્યું.

(3:29 pm IST)